શોધખોળ કરો
આ વિદેશી ક્રિકેટરે દિવાળી પર ભારતીય ફેન્સને આપ્યો સ્પેશ્યલ મેસેજ, જુઓ ટ્વીટ
શેલ્ડૉન કૉટરેલ વેસ્ટ ઇન્ડિઝનો ફાસ્ટ બૉલર છે, ભારતમાં જ્યારે રમે ત્યારે ભારતીયો તરફથી તેને સારો એવો રિસ્પૉન્સ પણ મળે છે

નવી દિલ્હીઃ ભારતીય પરંપરા અને તહેવારોથી અંજાયેલા વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર શેલ્ડૉન કૉટરેલે ભારતીય ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. કૉટરેલે ટ્વીટ કરીને ભારત રહેલા પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે, તેને આ મેસેજ ભારતીય મિત્રોની મદદથી હિન્દીમાં લખ્યો છે.
શેલ્ડૉન કૉટરેલ વેસ્ટ ઇન્ડિઝનો ફાસ્ટ બૉલર છે, ભારતમાં જ્યારે રમે ત્યારે ભારતીયો તરફથી તેને સારો એવો રિસ્પૉન્સ પણ મળે છે. કૉટરેલે હિન્દીમાં મેસેજ કરીને બધાને ચોંકાવી દીધા છે.

કૉટરેલ ટ્વીટ કરીને લખ્યુ- 'Aapko aur aapke parivaar waalo ko meri oor se Deepawali ki dher saari shubhkaamnaayein', (તમને અને તમારા પરિવારજનોને મારા તરફથી દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ)- કૉટરેલે આ મેસેજ લખતા પહેલા સ્પષ્ટતા કરી છે કે, મેં આ મેસેજ મારા ભારતીય મિત્રોની મદદથી લખ્યો છે.
Suprabhaat ... happy Diwali. I spent a great time in Trinidad with the Indian diaspora when I played for the Red Force and I loved that time - this is my message with help from friends:
Aapko aur aapke parivaar waalo ko meri oor se Deepawali ki dher saari shubhkaamnaayein ???????? https://t.co/wKfZ5lsHsu — Sheldon Cotterell (@SaluteCotterell) October 26, 2019
ઉલ્લેખનીય છે કે કેરેબિયન ફાસ્ટ બૉલર કૉટરેલ હાલ ત્રિનિદાદમાં રેડ ફોર્સ ટીમ તરફથી રમી રહ્યો છે, ત્યાં ભારતીય મિત્રો પણ તેની સાથે છે.

વધુ વાંચો





















