શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં આ ખેલાડીઓને મળશે આરામ! વિરાટ સહિત આ સિનિયર ખેલાડીઓ રમશે
વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. આ હાર બાદ કેટલાક ખેલાડીઓના ભવિષ્યને લઈને સવાર ઉભા થયા છે. પરંતુ આગામી વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વાત કરીએ તો અહેવાલ છે કે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જોકે ધોનીના ભવિષ્યને લઈને અનેક અટકળો છે. જોકે કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત સીનિયર ખેલાડીઓએ ઇન્ડીઝના પ્રવાસે રમવાની ઇચ્છા વ્ચક્ત કરી છે.
સૂત્રો મુજબ વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આગામી બે મહિના સુધી આરામ આપવાની વાત છે. ત્યારે હાર્દિક પંડ્યાને અસ્વસ્થ રહેતા અને જસપ્રીત બુમરાહને પણ આરામ આપવાની સલાહ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇન્ડીઝમાં ભારતીય ટીમ 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
કહેવાય છે કે, ધોની, બુમરાહની સાથે સાથે કોહલીને પણ આરામ આપવામાં આવી શકે છે. તેથી કોહલીના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે જવાનું હાલ અનિશ્ચિત છે. ઉપરાંત ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થયેલ ઓપનર બેટ્સમેન શિખર ધવન અને ઓલરાઉન્ડર વિજય શંકરની સ્થિતિ પણ હાલ સ્પષ્ટ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion