શોધખોળ કરો
MS ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને લઈ CM વિજય રૂપાણીએ શું કર્યું ટ્વિટ? જાણો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. ઈંગ્લેન્ડમાં થયેલા 2019 વર્લ્ડકપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર બાદથી ધોની કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, ઈંગ્લેન્ડમાં યોજાયેલા 2019 વર્લ્ડકપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ધોની એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાંસને લઈ નિવેદન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોનીની નિવૃત્તિને લઈને જણાવ્યું હતું કે, નાના શહેરના ટીકિટ કલેક્ટરથી લઈ ભારતીય ટીમના કપ્તાન સુધીની મહેન્દ્રસિંહ ધોનીની યાત્રા યુવાનોને પ્રેરણા આપનારી છે.
વધુમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, કઠોર મહેનત અને નિશ્ચયથી તેમણે સાબિત કરી દીધું કે જીવનમાં કોઇપણ બાબત અસંભવ નથી. ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન અને વર્લ્ડકપ વિજય માટે ધોની હંમેશા યાદ રહેશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક ધોની ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાઈનલમાં છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર.छोटे शहर के रेलवे टिकट कलेक्टर से लेकर भारतीय टीम के कप्तान तक @msdhoni की यात्रा युवाओं को प्रेरणा देने वाली है।कड़ी मेहनत और दृढ़ निश्चय से उन्होंने साबित किया कि जीवन में कुछ भी असम्भव नहीं।भारतीय क्रिकेट में अपने योगदान और #worldcup विजय के लिए @msdhoni हमेशा याद रखे जाएंगे।
— Vijay Rupani (@vijayrupanibjp) August 15, 2020
વધુ વાંચો





















