શોધખોળ કરો
એ મારા જીવનનો સૌથી શાનદાર દિવસ હશે જ્યારે હું ધોનીની કેપ્ટનશિપમાં રમીશ, જાણો ક્યા ખેલાડીએ કહી આ વાત....
બાળપણથી ધોનીને ક્રિકેટ રમતા જોતા આવું છે. મેં હંમેશા જોયું છે કે કેવી રીતે તે વિકેટ પાછળથી બોલરોને ઈશારા કરે છે.

www.hdnicewallpapers.com
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ટીમ લીગ ગેમ રમિયાન જ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે આ ટીમને એક ખેલાડી એવો છે જે આ મેગા ઈવેન્ટને લઈને સકારાત્મક વિચારી રહ્યો છે. વાત થઈ રહી છે બાંગ્લાદેશના બોલર મોહમ્મદ સૈફુદ્દીનની. 22 વર્ષા આ બોલરે 8 મેચમાં કુલ 13 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારત વિરૂદ્ધ આ ખેલાડીએ હાફ સેન્ચુરી પણ ફટકારી હતી.
આ મેચમાં તે ધોની વિરૂદ્ધ રમ્યો હતો પરંતુ મોહમ્મદનું બાળપણથી જ સપનું છે કે તે એક વખત આઈપીએલમાં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમે. જો તેને સીએસકે તરફથી રમવાની તક ન મળે તો તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાનું પસંદ કરશે. તેણે શાકિબ અલ હસનના રસ્તે પણ ચાલવા માટે ઓળખાય છે.
તેણે કહ્યું કે, બાળપણથી ધોનીને ક્રિકેટ રમતા જોતા આવું છે. મેં હંમેશા જોયું છે કે કેવી રીતે તે વિકેટ પાછળથી બોલરોને ઈશારા કરે છે. માટે જ્યારે હું ભારત વિરૂદ્ધ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હું ધોનીને જોઈ રહ્યો હતો કે કઈ બાજુ ઈશારો કરી રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તે પોતાની છાતી પર હાથ રાખ્યો હતો. બીજો જ બોલ બાઉન્સર આવ્યો. મને લાગે છે કે તે શોટ બોલ હતો. ઘણી વખત તે પગ તરફ ઈશારો કરે છે અને પછીનો બોલ યોર્કર આવે છે. નોંધનીય છે કે, વર્લ્ડકપમાં ભારત સામે બાંગ્લાદેશની 28 રને હાર થઈ હતી.
આ મેચમાં તે ધોની વિરૂદ્ધ રમ્યો હતો પરંતુ મોહમ્મદનું બાળપણથી જ સપનું છે કે તે એક વખત આઈપીએલમાં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમે. જો તેને સીએસકે તરફથી રમવાની તક ન મળે તો તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાનું પસંદ કરશે. તેણે શાકિબ અલ હસનના રસ્તે પણ ચાલવા માટે ઓળખાય છે.
તેણે કહ્યું કે, બાળપણથી ધોનીને ક્રિકેટ રમતા જોતા આવું છે. મેં હંમેશા જોયું છે કે કેવી રીતે તે વિકેટ પાછળથી બોલરોને ઈશારા કરે છે. માટે જ્યારે હું ભારત વિરૂદ્ધ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હું ધોનીને જોઈ રહ્યો હતો કે કઈ બાજુ ઈશારો કરી રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તે પોતાની છાતી પર હાથ રાખ્યો હતો. બીજો જ બોલ બાઉન્સર આવ્યો. મને લાગે છે કે તે શોટ બોલ હતો. ઘણી વખત તે પગ તરફ ઈશારો કરે છે અને પછીનો બોલ યોર્કર આવે છે. નોંધનીય છે કે, વર્લ્ડકપમાં ભારત સામે બાંગ્લાદેશની 28 રને હાર થઈ હતી. વધુ વાંચો





















