શોધખોળ કરો
Advertisement
‘નો બોલ’ને લઈને ICCએ શું બનાવ્યો નવો નિયમ? ક્યારથી લાગૂ કરવામાં આવશે? જાણો
ICCએ હવે ‘નો બોલ’ને લઈને ક્રિકેટ મેચમાં નવી ટેક્નિક લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાવનારી આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે
ICCએ હવે ક્રિકેટ મેચમાં ‘નો બોલ’ પર નવો નિયમ લગાવ્યો છે. જેનાથી ‘નો બોલ’ પર સાચા નિર્ણય લઈ શકાય જેથી ICCએ 12 મેચ દરમિયાન ટ્રાયલ લેવા માટે આ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. જે નિર્ણય સાચો સાબિત થયો હતો.
ICCએ હવે ‘નો બોલ’ને લઈને ક્રિકેટ મેચમાં નવી ટેક્નિક લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાવનારી આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચમાં સફળતાપૂર્વક આ ટેક્નિકનો ઉપયોગ કર્યાં બાદ ICCએ આ નિર્ણય લીધો છે એટલે આ દરેક સ્તર પર લાગુ કરી દેવામાં આવશે.
આ નવા નિયમ અને ટેક્નિક માટે અમ્પાયર હવે દરેક બોલ પર બોલરનું ફ્રન્ટ ફૂટ ચેક કરશે અને ‘નો બોલ’ પર ફિલ્ડ અમ્પાયરને જાણકારી આપશે. હવે ફિલ્ડ અમ્પાયર વગર થર્ડ અમ્પાયર ‘નો બોલ’ પર ફિલ્ડ અમ્પાયરની સલાહ વગર કોઈ નિર્ણય લઈ શકશે નહીં. જોકે તે અન્ય પ્રકારના ‘નો બોલ’ પર સ્વતંત્ર નિર્ણય લઈ શકશે.
‘નો બોલ’ પર ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે કેપ્ટન અને ખેલાડીઓનો અમ્પાયર સાથે ઝઘડો થતો હતો. એવામાં આ ટેક્નિક લાગુ થયાં બાદ ફિલ્ડ અમ્પાયરનું કામ સરળ થઈ જશે.
ICCએ જણાવ્યું હતું કે, આ ટેક્નિકનો ઉપયોગ 12 મેચ દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં 4,717 બોલ ફેંકાયા હતા અને તેમાંથી 13 બોલ ‘નો બોલ’ પડ્યા હતાં. આ તમામના નિર્ણય સાચા લેવાયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement