Nikhat Zareen: નિખત ઝરીને કરી કમાલ, ભારતનો મેડલ નિશ્ચિત
વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો ત્રીજો મેડલ નિશ્ચિત બની ગયો છે.
Nikhat Zareen : વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો ત્રીજો મેડલ નિશ્ચિત બની ગયો છે. ભારતીય બોક્સર નિખત ઝરીને ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ચુથમત રકસતને 5-2થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
સ્વીટી બૂરા અને નીતુ ગંગાસ પણ સેમિફાઇનલમાં પહોંચી હતી
કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન નીતુ ગંગાસ (48 કિગ્રા) અને અનુભવી સ્વીટી બૂરા (81 કિગ્રા) એ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં આગળ વધીને ભારતને ત્રણ મેડલ સુનિશ્ચિત કર્યા. હરિયાણાની 22 વર્ષની નીતુ આરએસસી (રેફરી સ્ટોપેજ)ના આધારે બીજા રાઉન્ડમાં જાપાનની મડોકા વાડાને હરાવી રિંગમાં ઉતરનાર પ્રથમ ભારતીય હતી. આ રીતે તેણે પોતાના અને ભારત માટે ઓછામાં ઓછો એક બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો.
બીજી તરફ, ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ રમી રહેલી સ્વીટીએ તેના ટોચના ક્રમાંક મુજબ પ્રદર્શન કર્યું અને 2018ની બ્રોન્ઝ મેડલ વિજેતા બેલારુસની વિક્ટોરિયા કેબીકાવા સામે 5-0થી જીત મેળવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનો બીજો મેડલ સુનિશ્ચિત કર્યો. તેણે 2014માં સિલ્વર મેડલ જીત્યો હતો. સાક્ષી ચૌધરી (52 કિગ્રા) અને છેલ્લી આવૃત્તિની બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષા મૌન (57 કિગ્રા), જોકે છેલ્લા ચાર તબક્કામાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
સાક્ષી ચીનની યુ વુ સામે 0-5થી હારી ગઈ હતી જ્યારે મનીષા ફ્રાન્સની અમીના ઝિદાની સામે 1-4થી હારી ગઈ હતી. સંપૂર્ણ આક્રમકતા સાથે રમતી નીતુએ વિરોધી પર જોરદાર મુક્કાઓ વરસાવ્યા હતા. રેફરીએ મેચ અટકાવી દીધી અને નીતુના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આરએસસીના નિર્ણય પર નીતુએ ત્રણેય મેચ જીતી છે. તેણે મેચ બાદ કહ્યું હતું કે, "મારે સાવધાન રહેવું પડ્યું અને આક્રમક ન બની શકી પરંતુ મેચના અંતે મને લાગ્યું કે હું આવું કરી શકીશ."
Nikhat continues to shine 💪🥊
— Boxing Federation (@BFI_official) March 22, 2023
3️⃣rd medal assured for 🇮🇳 🤩
Don't miss the action, book your tickets now 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider @nikhat_zareen pic.twitter.com/EnOshMDyUH
તેણે કહ્યું હતું કે, RSC સાથે મારી ત્રણેય મેચ જીતવાનો ફાયદો એ છે કે હવે મારો પ્રતિસ્પર્ધી દબાણમાં હશે. બીજી તરફ, બહુવિધ વખતની રાષ્ટ્રીય ચેમ્પિયન સ્વીટી, જેણે પ્રથમ રાઉન્ડમાં બાય મેળવ્યું હતું, તે મેડલથી માત્ર એક જીત દૂર હતી અને 30 વર્ષીય બોક્સરે આસાનીથી જીત સાથે પોતાનો મેડલ પાક્કો કરી લીધો હતો. બે 'લાઇટ હેવીવેઇટ' બોક્સરો વચ્ચેની હરીફાઈ શરીર પર વધુ હુમલાની હતી. સ્વીટીએ સારી રીતે બચાવ કરતી વખતે હુમલો કર્યો અને સરળતા સાથે મુક્કા માર્યા હતાં.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: સેમીફાઈનલમાં ગૌરવ બિધુરીનો થયો પરાજય
ગૌરવ આ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ બનાવવાના નજીક આવીને ચૂકી ગયો છે. ત્યાં જો તેને જીત મળતી તો તે ચેમ્પિયનશિપ ફાઈનલમાં જગ્યા બનાવનાર પ્રથમ ભારતીય બનતો. ભારતના યુવા મુક્કેબાજ ગૌરવ બિધુરી ગુરુવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના 56 કિગ્રા ભારવર્ગની સેમીફાઈનલમા પરાજય થયો છે. ગૌરવને અમેરિકાના ડ્યૂક રાગાનાને 5-0થી માત આપી હતી. આ સાથે ગૌરવને ચેમ્પિયનમાં કાંસ્ય પદકથી સંતોષ કરવો પડ્યો છે.
24 વર્ષના ગૌરવ આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ઉતર્યા હતા. તે આ ચેમ્પિયનશિપ પદક જીતનાર ચોથો ભારતીય મુક્કેબાજ છે.