શોધખોળ કરો

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી અમિત પંઘલે રચ્યો ઇતિહાસ

ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘલે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કરનાર પ્રથમ ભારતીય પુરુષ બોક્સર બની ગયો છે.

નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન અમિત પંઘલે શનિવારે રશિયાના એકાતેરિનબર્ગમાં આયોજીત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ 2019ના 52 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘલે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કરનાર પ્રથમ ભારતીય પુરુષ બોક્સર બની ગયો છે. ટુનામેન્ટમાં બીજો ક્રમ ધરાવનાર પંઘલને ફાઇનલમાં રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ઉઝ્બેકિસ્તાની બોક્સર  શાખોબિદિન જોઇરોવે 5-0થી હાર આપી હતી. તમામ પાંચ જજોએ એક મતથી શાખોબિદિનના પક્ષમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો અને પંઘલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. અમિત પંઘલ સેમિફાઇનલ મેચમાં કઝાકિસ્તાનના સાકેન બિબિસિનોવને હરાવીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ બોક્સર બન્યો હતો. ભારતીય બોક્સર પ્રથમ રાઉન્ડરમાં ડિફેન્સિલ અંદાજમાં રમતો જોવા મળ્યો હતો. બીજી રાઉન્ડમાં તેમણે તક બનાવવાની શરૂઆત કરી થોડી આક્રમકતા બતાવી હતી. ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં જોઇરોવે કેટલાક સારા પંચ  માર્યા હતા. પરંતુ જજનો અંતિમ નિર્ણય સર્વસંમતિથી જોઇરોવના પક્ષમાં ગયો હતો અને તે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતે આ અગાઉ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ કૌશિકે આ વખતે 63 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સિવાય વિજેન્દ્ર સિંહે 2009, વિકાસ કૃષ્ણએ 2011, શિવ થાપાએ 2015 અને ગૌરવ બિઘુડીએ 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પ્રકારે અમિત પંઘલે આ વખતે ફાઇનલ મેચમાં હાર છતા રેકોર્ડ બનાવ્યો હતો. અમિત અને મનીષે ભારત માટે પોતપોતાના વર્ગમાં ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
Embed widget