શોધખોળ કરો
Advertisement
INDvBAN: વન ડેમાં ડેબ્યૂ કર્યાના 15 વર્ષ બાદ ભારતના આ ખેલાડીને વર્લ્ડકપમાં રમવા મળી પ્રથમ મેચ, જાણો વિગત
દિનેશ કાર્તિકે વન ડેમાં 2004માં ડેબ્યૂ કર્યું હતું જે બાદ 15 વર્ષ પછી તેને વર્લ્ડકપમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. તામિલનાડુનો 34 વર્ષીય વિકેટકિપર બેટ્સમેન 2007ના વર્લ્ડકપમાં પણ ટીમનો ભાગ હતો પરંતુ એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.
બર્મિંગહામઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં કેદાર જાધવના સ્થાને દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ટીમમાં એન્ટ્રી થવાથી ટીમ ઈન્ડિયા માટે અનોખો સંયોગ સર્જાયો છે.
દિનેશ કાર્તિકે વન ડેમાં 2004માં ડેબ્યૂ કર્યું હતું જે બાદ 15 વર્ષ પછી તેને વર્લ્ડકપમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. તામિલનાડુનો 34 વર્ષીય વિકેટકિપર બેટ્સમેન 2007ના વર્લ્ડકપમાં પણ ટીમનો ભાગ હતો પરંતુ એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો. જ્યારે 2011 અને 2015ના વર્લ્ડકપ માટે ટીમમાં તેની પસંદગી થઈ નહોતી. પરંતુ 2019ના વર્લ્ડકપ માટે તેની પસંદગી થઈ છે.
વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા કયા 3 આંતરરાષ્ટ્રીય વિકેટકિપર સાથે રમવા ઉતર્યું, જાણો વિગત
નીતિન પટેલે ગેનીબેનને કેમ કહ્યું, પછી બહાર જઈને જૂદું ન બોલતા જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement