શોધખોળ કરો

વર્લ્ડકપઃ આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુકાબલો, વરસાદનું નડી શકે છે વિઘ્ન, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ન્યૂઝિલેન્ડ હંમેશા ટીમ ઇન્ડિયા પર ભારે પડી છે. 1975થી લઇને અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ સાત વખત આમને સામને આવી ચૂકી છે

નોટિંઘમઃ વર્લ્ડકપ 2019નો 18મો મુકાબલો આજે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાશે. એક રિપોર્ટ્સ અનુસાર, આ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. એક તરફ સતત ત્રણ મેચમાં વિજય બનનારી ન્યૂઝિલેન્ડ આત્મવિશ્વાસથી ભરપૂર છે જ્યારે બીજી તરફ ઓપનર શિખર ધવનની ઇજાના કારણે  પરેશાન ટીમ ઇન્ડિયા પોતાની જીતનો સિલસિલો યથાવત રાખવા માટે મેદાને પડશે.વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ન્યૂઝિલેન્ડ હંમેશા ટીમ ઇન્ડિયા પર ભારે પડી છે. 1975થી લઇને અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ સાત વખત આમને સામને આવી ચૂકી છે જેમાંથી 4 વખત કિવીની ટીમનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ફક્ત ત્રણ મેચમાં જીત મળી છે. 2007,2011 અને 2015ના વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે મેચ રમાઇ નહોતી. છેલ્લે ઇગ્લેન્ડમાં ન્યૂઝિલેન્ડ અને ટીમ ઇન્ડિયાની મેચ રમાઇ ત્યારે ન્યૂઝિલેન્ડનો પાંચ વિકેટે વિજય થયો હતો. ઇગ્લેન્ડના હવામાન વિભાગના કહેવા પ્રમાણે, નોટિંઘમમાં આગામી ત્રણ કે ચાર દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. જેને કારણે ન્યૂઝિલેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઇ શકે છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 કલાકે ટોસ થશે. અહીંનું વાતાવરણ ફાસ્ટ બોલરને વધારે અનુકૂળ આવતું હોવાથી ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ લેશે તેમ માનવામાં આવે છે. આ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ પરથી થશે. અંગ્રેજી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ 1 અને હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી પરથી પ્રસારિત થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

Embed widget