શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ખેલાડી વર્લ્ડકપમાં બહાર થવા પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'તમારી કમી અનુભવાશે'
અંગુઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન ઈજાને કારણે વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ના બીજા મેચમાં સેન્ચુરી ફટકારવા દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજાગ્રસ્ત શિખર ધવન અંગે પ્રતિક્રિયા આપી છે.
LONDON, ENGLAND - JUNE 09: Shikhar Dhawan of India walks off after being caught out during the Group Stage match of the ICC Cricket World Cup 2019 between India and Australia at The Oval on June 9, 2019 in London, England. (Photo by Henry Browne/Getty Images)
અંગુઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવને સોશિયલ મીડિયા પર ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દેશવાસી અને ટીમના સભ્યોનો આભાર માન્યો હતો, આ વીડિયોને રી-ટ્વીટ કરી વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે તમે ટૂંક સમયમાં જ સારા થાવ તેવી પ્રાર્થના, મેદાન પર તમારી કમી અનુભવાશે તેમાં કોઇ શંકા જ નથી, હું આશા રાખું છું કે તમે ઝડપથી સ્વસ્થ થઇને મેદાન પર પરત ફરશો અને દેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો. મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ ધવનના વર્લ્ડ કપથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી, સચિને ઋષભ પંત માટે કહ્યું કે પોતાની જાતને સાબિત કરવાની આ સુંદર તક છે, સાથે આશા વ્યક્ત કરી કે ધવન જગ્યાએ ઋષભ પંત સારી બેટિંગ કરશે.Dear @SDhawan25, no doubt the pitch will miss you but I hope you recover at the earliest so that you can once again be back on the field and contribute to more wins for the nation. https://t.co/SNFccgeXAo
— Narendra Modi (@narendramodi) June 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion