શોધખોળ કરો

World Cup 2019 : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રને આપી હાર, ફિંચની સદી

શ્રીલંકાઈ ટીમની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મેચ છે. આ પહેલા રમાયેલી ચાર મેચમાં બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી જ્યારે બાકી બે મેચમાંથી એકમા જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

લંડન:વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રનથી હરાવ્યું હતું. 335 રનના  લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 247 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાના 334 રનના જવાબમાં શ્રીલંકાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કરુણારત્ને અને પરેરાએ 115 રનની ભાગીદારી કરી હતી. જોકે, બાદમાં  પરેરા 52 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ થિરિમાને 16, મેન્ડિસ 30, મેથ્યુઝ 9, રન બનાવ્યા હતા. કેપ્ટન  કરુણારત્ને 97 રન બનાવી આઉટ થતાં સદી ચૂક્યો હતો. મૈથ્યુઝ, શ્રીવર્દના અને થિસારા પરેરા સસ્તામાં આઉટ થઇ ગયા હતા જેને કારણે શ્રીલંકા મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ચાર અને રિચર્ડસને ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ  ઓસ્ટ્રેલિયાએ જીત માટે 335 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ફિન્ચે સદી ફટકારતા 153 રન બનાવ્યા હતા. સ્મિથે 76 રન અને મેક્સેવેલે 46 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઉધાના અને સિલ્વાએ 2-2 વિકેટ ઝડપી હતી.સ્મિથ અને ફિંચે ત્રીજી વિકેટ માટે 173 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. શ્રીલંકાઈ ટીમની ટૂર્નામેન્ટમાં આ પાંચમી મેચ છે. આ પહેલા રમાયેલી ચાર મેચોમાં બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી જ્યારે બાકીની બે મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની ચાર મેચમાંથી ત્રણમાં જીત નોંધાવી છે અને એક મેચમાં હાર મળી છે.આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન કરુણારતન્નએ પ્લેઈંગ ઇલેવનમાં એક ફેરફરા કર્યો છે. ટીમમાં સુરંગા લકમલની જગ્યાએ મિલિંદા શ્રીવર્દનાને સ્થાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ એક ફેરફાર કરતા નાથન કુલ્ટર નાઇલને બહાર બેસાડ્યો છે અને તેમની જગ્યાએ જેસન બેહરનડાર્ફને ટીમમાં સામેલ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Embed widget