શોધખોળ કરો
..... તો ન્યૂઝીલેન્ડ બન્યું હોત વર્લ્ડ ચેમ્પિયન, જાણો ઈંગ્લેન્ડના કયા ખેલાડીએ કર્યો આવો દાવો
ઇગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસનેખુલાસો કર્યો હતો કે ઓલરાઉન્ડર સ્ટોક્સે આ માટે માફી માંગી લીધી છે અને અમ્પાયરોને કહ્યુ હતું કે, તે પોતાનો નિર્ણય બદલી શકે છે

નવી દિલ્હીઃઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને વિવાદમાં નવો વળાંક આવ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર બેન સ્ટોક્સે પોતે જ અમ્પાયરોને કહ્યું હતું કે તે ઓવર થ્રોના રન પાછા લઇ શકે છે. નોંધનીય છે કે મેચની અંતિમ ઓવરમાં સ્ટોક્સના બેટને અડીને બોલ બાઉન્ડ્રીને પાર જતો રહ્યો હતો અને ઇગ્લેન્ડને છ રન મળ્યા હતા. આ છ રન ઇગ્લેન્ડની જીતમાં નિર્ણાયક સાબિત થયા હતા અને તેને લઇને વધુ વિવાદ પેદા થઇ રહ્યો છે.
ફાઇનલ મેચની અંતિમ ઓવરમાં 242 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડના બેટ્સમેન બે રન દોડી રહ્યા હતા ત્યારે બીજો રન લેવાના પ્રયાસમાં ફીલ્ડરનો થ્રો સ્ટોક્સના બેટથી અડીને બાઉન્ડ્રી પાર જતો રહ્યો હતો અને ઇગ્લેન્ડના ખાતામાં ચાર રન આવ્યા હતા. અમ્પાયર કુમાર ધર્મસેનાએ પોતાના સાથી અમ્પાયરો સાથે વાત કરીને ઇગ્લેન્ડને છ રન આપ્યા હતા. જે રન ન્યૂઝીલેન્ડની હારનું કારણ બન્યા હતા.
ઇગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસને ખુલાસો કર્યો હતો કે ઓલરાઉન્ડર સ્ટોક્સે આ માટે માફી માંગી લીધી છે અને અમ્પાયરોને કહ્યુ હતું કે, તે પોતાનો નિર્ણય બદલી શકે છે. સિડની મોનિંગ હેરાલ્ડ સાથેની વાતચીતમાં એન્ડરસને કહ્યું કે, ક્રિકેટમાં શિષ્ટાચાર પણ હોય છે. જો બોલ સ્ટમ્પ તરફ ફેંકવામા આવી છે અને તમને લાગે છે કે બોલ ગેપમાં ગયો છે તો તમે રન નથી લેતા પરંતુ જો બોલ બાઉન્ડ્રી પર જતો રહે છે તો નિયમ અનુસાર, તમને ચાર રન મળવા જોઇએ અને તમે તે અંગે કાંઇ નથી કરી શકતા. એન્ડરસને કહ્યું કે, સ્ટોક્સ અમ્પાયર પાસે ગયો હતો અને કહ્યું હતું કે, તમે ચાર રન પાછા લઇ શકો છો. અમને તેની જરૂર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
