શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયામાં પાંચમા વિકેટકિપર બેટ્સમેનની થઈ એન્ટ્રી, પણ તૂટી ગઈ આ સુપરહિટ જોડી
પંત ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં હવે ભારતની 15 સભ્યોની ટીમમાં 5 વિકેટકિપર બેટ્સમેન થઈ ગયા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ અને કેદાર જાધવનું નામ સામેલ છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ 2019માં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સેમન શિખર ધવન અંગૂઠામાં થયેલી ઈજામાંથી મુક્ત ન થઈ શકતા વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ દ્વારા બુધવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ધવનના સ્થાને ડાબોડી બેટ્સમેન રિષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે.
15 સભ્યોમાંથી 5 વિકેટકિપર
પંત ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં હવે ભારતની 15 સભ્યોની ટીમમાં 5 વિકેટકિપર બેટ્સમેન થઈ ગયા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ અને કેદાર જાધવનું નામ સામેલ છે. ધોની અને કાર્તિકની સાથે પંત પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટકિપિંગ કરવાનો અનુભવ ધરાવે છે. જ્યારે કેએલ રાહુલ આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબ માટે વિકેટકિપિંગ કરતો આવ્યો છે. જ્યારે કેદાર જાધવ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિકેટકિપિંગમાં હાથ અજમાવી ચુક્યો છે. આ રીતે ભારતની 15 સભ્યોવાળી વર્લ્ડકપની ટીમમાં 5 વિકેટકિપર છે. જેમાંથી 3 સ્પેશિયાલિસ્ટ છે જ્યારે બે કામ ચલાઉ છે.
ધવન-રોહિતની જોડી તૂટી
શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ રોહિત શર્માની પણ મુશ્કેલી વધશે. ભલે કેએલ રાહુલે પાકિસ્તાન સામે શાનદાર શરૂઆત અપાવી હોય પરંતુ રોહિત શર્મા સાથે તેનો તાલ-મેલ ખાસ નહોતો. અનેક મોકા પર તે રન આઉટ થવાથી બચ્યો અને રોહિત શર્માને પણ મુશ્કેલીમાં મુક્યો હતો. આ સ્થિતિમાં વર્લ્ડકપમાં આગામી મેચોમાં રોહિત શર્માન તેના સાથીદારની ખોટ પડશે.
વર્લ્ડકપમાં હવે પછી ભારતની મેચ ક્યારે છે ? જાણો બાકીનો કાર્યક્રમ
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર
શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવતા ભારતને થઈ શકે છે આ ફાયદા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement