શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડને 119 રનથી હરાવી ઈંગ્લેન્ડનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, ચોથી ટીમને લઈ સસ્પેન્સ
ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં પાંચમી વખત 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો, ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં ક્યારેય 300થી વધુનો સ્કોર ચેઝ કરી શક્યું નથી.
લંડનઃ વર્લ્ડકપ 2019માં 41મો મુકાબલો આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો હતો. જેમાં ઈંગ્લેન્ડનો એક તરફી વિજય થયો હતો. મેચમાં શાનદાર 106 રન બનાવવા બદલ બેયરસ્ટો મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને હાંસલ કરતી વખતે કિવી ટીમ 45 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઈંગ્લેન્ડનો 119 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે સેમિ ફાઇનલની ચોથી ટીમને લઇ સસ્પેન્સ સર્જાયું છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 57 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેનો અંગ્રેજ બોલરોનો સામનો કરી શક્યા હતા. કેન વિલિયમસન (27 રન) અને રોસ ટેલર (28 રન) રન આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ લીધી હતી.#CWC19: England beat New Zealand by 119 runs at Riverside Ground at Chester-le-Street. #NZvsENG pic.twitter.com/CVkffL8mFC
— ANI (@ANI) July 3, 2019
ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 305 રન બનાવ્યા હતા. જેસન રોય અને જોની બેયરસ્ટોની જોડીએ પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોએ સતત બીજી મેચમાં સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા. જેસન રોયે 60 રન, કેપ્ટન મોર્ગને 42 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને જેમ્સ નિશામે 2-2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં પાંચમી વખત 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તે સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને ભારત સામે 300થી વધુ રન બનાવી ચુક્યુ છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં ક્યારેય 300થી વધુનો સ્કોર કરી શક્યું નથી.Here's how the #CWC19 table looks after today's game ???? pic.twitter.com/d0D6X6xdrd
— Cricket World Cup (@cricketworldcup) July 3, 2019
રાયડુની નિવૃત્તિ પર ભડક્યો આ ક્રિકેટર, કહ્યું- પાંચ સિલેક્ટર્સે થઈને પણ તેની કરિયર જેટલા રન બનાવ્યા નથીEngland finish on 305/8
New Zealand battled back excellently after Jason Roy and Jonny Bairstow got off to a stellar start. Will it be enough? Download the #CWC19 app to follow the #ENGvNZ chase ???? APPLE ???? https://t.co/whJQyCahHr ANDROID ???? https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/vIkrxi0IWc — Cricket World Cup (@cricketworldcup) July 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement