શોધખોળ કરો
Advertisement
રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની આ ધૂરંધર ક્રિકેટરે કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 અને 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલની ઝાટકણી કરી હતી. ગંભીરે કહ્યું કે, વર્લ્ડકપ પહેલા આ બંનેની જોડી નંબર 4 પર આદર્શ બેટ્સમેનને શોધી શક્યા નથી. આ ઉપરાંત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ઇનિંગમાં નિષ્ફળ ગયેલા અંબાતી રાયડૂને બાકીની બંને મેચમાં પડતો મૂકવાના કેપ્ટનના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
એક-બે મેચમાં નિષફળતાથી પડતા ન મુકી શકાય
ગંભીરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે રાયડૂને વધારે તક આપવી જોઈતી હતી. ભૂતકાળમાં ધોની અને શિખર ધવને જ્યારે પણ રન નથી બનાવ્યા ત્યારે તેમને પૂરતી તકો આપી છે. અંબાતી રાયડૂની વન ડેમાં સરેરાશ 50 રનની નજીક છે, જે ખરાબ ન કહેવાય. નિષ્ફળતા રમતનો એક ભાગ છે. તમે કોઇને એક-બે મેચમાં નિષ્ફળ જવાથી પડતા ન મૂકી શકો.
કોહલી-શાસ્ત્રીના અખતરા પડી શકે છે ભારે
વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી 4 નંબર પર ઘણા અખતરા કર્યા છે. વર્લ્ડકપમાં જે તેમને ભારે પડી શકે છે. નંબર 4 પર કોણ બેટિંગ કરશે તે નક્કી થઈ જવું જોઈએ. વર્લ્ડકપ 2011માં વિરાટ કોહલીએ 4 નંબર પર બેટિંગ કરી હતી. બેટિંગમાં આ મહત્વનો ક્રમ છે. હાર-જીત આ નંબર પર ઘણા અંશે નિર્ભર હોય છે.
પાકિસ્તાન સામે વર્લ્ડકપની ફાઇનલ મેચ હોય તો પણ ન રમવી જોઈએ
સોમવારે ગંભીરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમવાની અપીલ કરી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે, આ અંગે બીસીસીઆઈએ વિચારવાની જરૂર છે. પરંતુ હું અંગત પણે માનું છું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાય તો પણ ભારતે ફાઇનલ મેચ રમવી ના જોઈએ. ગંભીરે કહ્યું હતું કે જો ભારતે બહિષ્કારના કારણે બે પોઇન્ટ ગુવાવવા પણ પડે છે તો તેની ચિંતા કરવી જોઈએ નહીં. ગંભીરે કહ્યું હતું કે જો આમ થાય તો દેશની જનતાએ ટીમ ઇન્ડિયાનો સાથ મજબૂતીથી આપવો જોઈએ. આપણે એશિયા કપનો પણ બહિષ્કાર કરવો જોઈએ જેથી આપણે પાકિસ્તાન સામે ન રમી શકીએ. મારા માટે સૈનિકોના પ્રેમથી મોટું કશું જ નથી.
ગંભીરનો કરિયર રેકોર્ડ
ગૌતમ ગંભીરે થોડા જ મહિના પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 58 ટેસ્ટમાં 42.0ની સરેરાશથી 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદી સામેલ છે. જ્યારે 147 વન ડેમાં 38.7ની સરેરાશથી 5238 રન ફટકાર્યા છે. જેમાં 11 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે 37 ટી 20માં 119ના સ્ટ્રાઇક રેટથી 932 રન બનાવ્યા છે.
વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ફાઇનલ હોય તો પણ ભારતે મેચ ન રમવી જોઈએઃ ગૌતમ ગંભીર
અફઘાનિસ્તાને આયર્લેન્ડને 7 વિકેટથી હરાવી ટેસ્ટમાં પ્રથમ જીત મેળવી, પાકિસ્તાન-ઇંગ્લેન્ડની કરી બરાબરી, જાણો વિગત
નામ લીધા વગર PM મોદી પર પ્રિયંકાનો હુમલો, કહ્યું, '70 વર્ષના રટણની એક્સપાયરી ડેટ છે'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement