શોધખોળ કરો
વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગત
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે બુધવારે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થશે.

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે બુધવારે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. કોહલીએ કહ્યું કે, અત્યાર સુધીનો સૌથી પડકારજનક વર્લ્ડકપ છે. આ વર્ષે વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી તમામ ટીમો શાનદાર છે અને આ સ્થિતિમાં દરેક મેચ જીતવા ઘણી મહેનત કરવી પડશે. પાકિસ્તાન સામેની મેચને લઇ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું, અમે કોઇ એક ટીમ માટે રણનીતિ ન બનાવી શકીએ. અમે અમારી ક્ષમતા મુજબ રમીશું, સામે કોઇપણ ટીમ હોઇ કોઈ ફરક પડતો નથી. વર્લ્ડકપમાં અમે કોઇ પણ ચીજને હળવાશથી ન લઇ શકીએ. તેણે એમ પણ જણાવ્યું, વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી દરેક ટીમો સારી છે. તમે અફઘાનિસ્તાનનું જ ઉદાહરણ લો. તે વર્લ્ડકપ પહેલા શું હતી અને હવે કેવા પ્રકારની ટીમ બની ગઈ છે. દરેક મેચમાં તમારે પૂરી તાકાત સાથે રમવું પડશે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાનો પ્રયાસ કરશે અને પાંચ જૂને પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ભારતે 1983 અને 2011માં વર્લ્ડકપ વિજેતા બની ચુક્યું છે. વર્લ્ડકપ 2019: ધોનીને લઈ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી નવી SVU, જાણો કિંમત અને ફીચર્સ વર્લ્ડકપને લઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું, જાણો વિગત
ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાતનું સટ્ટાબજાર ગરમ, શું કહે છે સટ્ટાબજાર, જુઓ વીડિયો
વધુ વાંચો





















