શોધખોળ કરો
Advertisement
‘દંગલ ગર્લ’ ગીતા ફોગાટ બની માતા, પુત્રની તસવીર શેર કરીને ગીતાએ શું લખ્યું? જાણો વિગત
ગીતા ફોગાટે ફોટો સાથે લખ્યું હતું કે, હેલો બોય, દુનિયામાં તારું સ્વાગત છે. તે અહીં છે બહુ સારું અનુભવી રહી છું. તમારો પ્રેમ અને આશિર્વાદ આપો.
મુંબઈ: મંગળવારે દિગ્ગજ મહિલા રેસલર ગીતા ફોગાટ માતા બની છે અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. તેણે ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી જેમાં ગીતા, તેમનો દીકરો અને પતિ પવન કુમાર જોવા મળી રહ્યાં છે.
ગીતા ફોગાટે ફોટો સાથે લખ્યું હતું કે, હેલો બોય, દુનિયામાં તારું સ્વાગત છે. તે અહીં છે બહુ સારું અનુભવી રહી છું. તમારો પ્રેમ અને આશિર્વાદ આપો. હવે આને અમારી જિંદગી પરફેક્ટ બનાવી દીધી છે. પોતાના બાળકને જન્મ લેતાં જોવાનો અહેસાસ કોઈપણ રીતે અભિવ્યક્ત ન કરી શકાય.
પૂર્વ પહેલવાન મહાવીર સિંહ ફોગાટની મોટી દીકરી ગીતાએ 3 વર્ષ પહેલા રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યાં હતાં. તેણે 2010માં દિલ્હીમાં થયેલી કોમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે કોમેનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.HELLO BOY !! WELCOME TO THE WORLD 🥰🤗 He is here 🤗 we are so much in love ❤️ 👶🏻 please give him your love and blessings 🙏😇 he made our life perfect now 🙏👪
— geeta phogat (@geeta_phogat) December 24, 2019
Nothing can be described the feelings of watching your own baby be born 😍
Date - 24-12-2019 pic.twitter.com/9KAc3Ew15c
હરિયાણાની 31 વર્ષીય ગીતા અને તેની નાની બહેન બબીતા ફોગાટના જીવન પર ‘દંગલ’ ફિલ્મ પણ બની ચૂકી છે. આ ફિલ્મમાં તેના પિતા મહાવીરનું પાત્ર આમિર ખાને ભજવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement