શોધખોળ કરો
Advertisement
ભારતનો નંબર-1 કુસ્તીબાજ બજરંગ પુનિયા કુસ્તીબાજ સંગીતા ફોગાટ સાથે કરશે લગ્ન, લગ્નમાં લેશે આઠ ફેરા, જાણો કેમ
સંગીતા ફોગાટની મોટી બહેન અને પૂર્વ રેસલર ગીતા ફોગાટે પીઢીના રિવાજની કેટલીક તસવીરો શેર કરી છે. ગીતા ફોગાટે જે પોતાની નાની બહેનની 25 નવેમ્બરે થનારા લગ્નની જાણકારી આપી છે
નવી દિલ્હીઃ ભારતનો નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયા 25 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે, બજરંગ પુનિયા દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચૂકેલી મહાવીર ફોગાટની ત્રીજી દીકરી સંગીતા ફોગાટની સાથે તે આઠ ફેરા લેશે. સંગીતા ફોગાટની મોટી બહેન અને રેસલર બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં આઠ ફેરા લીધા હતા.
બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. લગ્ન સાથે જોડાયેલા કેટલાક રીતરિવાજો પહેલા જ દિવસથી શરૂ થઇ ગયા હતા, સંગીતા ફોગાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના રીતરિવાજો વિશે જાણકારી આપી છે.
સંગીતા ફોગાટની મોટી બહેન અને પૂર્વ રેસલર ગીતા ફોગાટે પીઢીના રિવાજની કેટલીક તસવીરો શેર કરી છે. ગીતા ફોગાટે જે પોતાની નાની બહેનની 25 નવેમ્બરે થનારા લગ્નની જાણકારી આપી છે.
કોરોના વાયરસ મહામારીની અસર જોકો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટના લગ્ન પર પણ દેખાશે. આ લગ્નમાં પરિવારે ખાસ નજીકના લોકોને જ આમંત્રિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયાની સાથે લગ્નના બંધમાં બંધાવવા જઇ રહેલી સંગીતા ફોગાટ પણ જાણીતા કુસ્તીબાજ છે.
આઠમો ફેરો છે એકદમ ખાસ
ફોગાટ પરિવારમાં લગ્ન દરમિયાન આઠ ફેરા લેવાની પરંપરા છે. બેટી બચાઓ-બેટી પઢાઓ અને બેટી ખિલાઓ અભિયાન અંતર્ગત બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ આઠ ફેરા લેશે, અને પોતાના પરિવારની પરંપરાને આગળ વધારશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement