Wrestlers Protest: રમતગમત મંત્રાલયે કુસ્તીબાજોની હડતાળ બાદ કરી કાર્યવાહી, કુસ્તી સંઘના એડિશનલ સેક્રેટરીને કર્યા સસ્પેન્ડ
આ વાતચીત બાદ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે.
રમતગમત મંત્રાલયે શનિવારે (21 જાન્યુઆરી) દિલ્હીમાં કુસ્તીબાજોના ધરણા બાદ કુસ્તી સંઘના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરને સસ્પેન્ડ કર્યા હતા. ખેલાડીઓને સૌથી વધુ ફરિયાદો વિનોદ તોમર વિરુદ્ધ હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
The announcement follows a decision on 20th January by the Government to appoint an Oversight Committee which will take over the day-to-day activities of the WFI. In addition, the Assistant Secretary, WFI, Shri Vinod Tomar, has also been suspended with immediate effect.
— ANI (@ANI) January 21, 2023
આ વાતચીત બાદ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. આ સાથે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કમિટી રેસલિંગ એસોસિએશનનું કામ પણ સંભાળશે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત મામલામાં મોનિટરિંગ કમિટી ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપશે.
GoI has decided to suspend all activities of WFI until Oversight Committee is formally appointed & takes over the day-to-day activities of WFI. This includes the suspension of ongoing ranking competition & return of entry fees taken from participants for any ongoing activities. pic.twitter.com/AYBJhvPo0h
— ANI (@ANI) January 21, 2023
વિનોદ તોમરે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
આ મામલે ભારતીય કુસ્તી મહાસંઘના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરે શનિવારે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તોમરે કહ્યું હતું કે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ WFI પ્રમુખ સામે જાતીય સતામણી અને નાણાકીય અયોગ્યતાના આરોપો લગાવ્યા હતા પરંતુ તેમના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જવાબ આપ્યો
ભારતીય રેસલિંગ ફેડરેશને આ મામલે રમતગમત મંત્રાલયને જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મોનિટરિંગ કમિટી દ્વારા મામલાની તપાસ ન થાય ત્યાં સુધી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પદની જવાબદારીઓમાંથી હટી જશે.
વિનોદ તોમરે કહ્યું કે તેમણે (બ્રિજભૂષણ શરણ સિંહ) રાજીનામું આપ્યું નથી, પરંતુ જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેમણે ફેડરેશનની રોજબરોજની ગતિવિધિઓથી પોતાને દૂર રાખ્યા છે જેથી તપાસમાં કોઈ અડચણ ન આવે. ફેડરેશને કહ્યું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અંગત હિતમાં અથવા WFI ના વર્તમાન મેનેજમેન્ટને બદનામ કરવા માટે કોઈપણ અયોગ્ય દબાણ હેઠળ વિરોધ કરી રહ્યા છે. WFI ના વર્તમાન મેનેજમેન્ટને હટાવવા માટે આ વિરોધમાં કેટલાક અંગત અને છૂપાયેલા એજન્ડા છે.
નોંધનીય છે કે કુસ્તીબાજ વિનેશ ફોગાટ બુધવારે એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં રડી પડ્યા હતા, જેમાં આરોપ લગાવ્યો હતો કે બ્રિજ ભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરે છે.