Ahemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો
શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓ અને છૂટક રીતે હોલસેલ પ્રમાણે નકલી અને શંકાસ્પદ પનીર વેચવામાં આવી રહ્યું છે. જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વસ્ત્રાલમાં શક્તિ ધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મૂકેલું 119 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું.જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 સીટી પાસે આવેલી શ્રીક્રિષ્ના ડેરીમાંથી 199 કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રિચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી 35 કિલો મીડીયમ ફેટ પનીરનો એક કિલોના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી 11 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.




















