Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં
Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં
સુરતમાં RTI કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઇ ખંડણી માગી પૈસા પડાવવાની ઘટનામાં રંગેહાથ ઝડપાયો. SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને 3 લાખ રૂપિયા લેતા ઝડપી પાડ્યો.
પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે ખંડણી માગી હતી. પૂર્વ કોર્પોરેટરે લિયો કલાસીસના સંચાલક પાસેથી 4.50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ અનેક વખત લિયો ક્લાસીસ વિરુદ્ધ આરટીઆઈ કરી હતી. પૂર્વ કોર્પોરેટરે લિયો કલાસીસના સંચાલકને ધમકી આપી હતી કે જો તે માગ્યા મુજબ પૈસા નહીં આપે તો મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો. ધમકી આપનાર પૂર્વ કોર્પોરેટર સંચાલક પાસેથી 4.50 લાખ નહીં આપે તો ગુરુવારે ધરણા કરવાની ધમકી આપી હતી. ધરણા માટે "થિયેટર", અને ખંડણી માટે "ટિકિટ" કોડવર્ડ વાપર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. પ્રકાશ દેસાઈ દ્વારા વારંવાર કરાતી હેરાનગતિથી કંટાળીને આખરે કલાસીસના સંચાલકે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી.





















