શોધખોળ કરો
પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોનીને ક્રિકેટની ગંદકી સાથે સરખાવ્યો છે
![પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ yograj singh says filth like ms dhoni will not remain foever in cricket પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10120426/Yograj-S-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટીમમાં પોતાનુ સિલેક્શન અને બાદમાં ઇજાગ્રસ્તોની જગ્યાએ ટીમમા સામેલ ના કરવામાં આવતા રાયડુ નારાજ થયો, ને બાદમાં ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. રાયડુના સન્યાસ પાછળ અનેક પ્રકારના તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. હવે આ મામલે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોનીને આડેહાથે લીધો છે, તેમના મતે ધોનીના કારણે થયુ છે.
પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ટ્વીટમાં લખ્યુ કે, રાયડુ મારા દીકરા તે સન્યાસનો નિર્ણય ઉતાવળમાં લીધો. સન્યાસથી પાછો આવી જા અને તેમને તારી કાબેલિયત બતાવ. એમએસ ધોની જેવા લોકો હંમેશા ક્રિકેટમાં નથી રહેતા. તેના જેવી ગંદકી હંમેશા નથી રહેતી.
![પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10120433/Yograj-S-02-300x225.jpg)
![પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10120642/Rayadu-01-300x200.jpg)
પોતાના બીજા ટ્વીટમાં યોગરાજ સિંહે લખ્યુ કે તમે દરેક જગ્યાએ ખરાબ માણસોને મેળવશે. યુવરાજ સિંહ ધોનીથી પહેલા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાનું ડિઝર્વ કરતો હતો.“Rayudu, my son you took the decision in haste. Come out of retirement and show them what you are capable of. People like MS Dhoni will not remain forever, filth like these will not remain forever." - Yograj Singh. https://t.co/j7GPSD8z68
— CricTracker (@Cricketracker) July 9, 2019
ઉલ્લેખનીય છે કે, અંબાતી રાયડુને ટીમ ઇન્ડિયામાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં સિલેક્શન ના થયુ, જોકે, પહેલા વાતો હતી કે રાયડુ ચોથા નંબરની પૉઝિશન માટે બેસ્ટ ખેલાડી છે. જ્યારે સિલેક્શન કરવામાં આવ્યુ ત્યારે વિજય શંકરને ટીમમાં સ્થાન મળ્યુ હતુ."You will find a bad person in every field"https://t.co/CCrJJ0SutT
— CricTracker (@Cricketracker) July 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)