શોધખોળ કરો
યુવરાજ સિંહની ભાભીએ લગાવ્યો યુવી પર ગંભીર આરોપ, જાણો શું છે

નવી દિલ્લી: ક્રિકેટર યુવરાજ સિંહ ટીમ ઈંડિયામાં જગ્યા બનાવવા માટે રણજી ટ્રોફીમાં જોરદાર પ્રર્દશન કરી રહ્યો છે. યુવરાજ સિંહે ફિરોજશાહ કોટલામાં વડોદરા સામેની રણજી ટ્રોફીમાં 260 રનની જારદાર ઈંનિંગ રમી હતી. એક તરફ યુવરાજ રણજીમાં પોતાના શાનદાર પ્રર્દશનના કારણે ચર્ચમાં છે તો બીજી તરફ તેના ભાભીએ તેના પર ડ્રગ્સ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આકાંક્ષાએ એક સમાચાર પત્રને ઈંન્ટરવ્યૂ આપતા ખૂલાસો કર્યો હતો કે યુવરાજ સિંહ ડ્રગ્સનું સેવન કરે છે. એટલૂ જ નહી આકાંશાએ વધુમાં જણાવ્યું કે યુવરાજે તેને જણાવ્યુ છે કે તે ધુમ્રપાન પણ કરે છે. આકાંક્ષા દીવાળીના એપિસોડ બાદ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ છે. ઘરમાંથી બહાર આવ્યા બાદ ફરિવાર તે બોલી કે તેના લગ્નને યુવરાજ સિંહની માતાએ બરબાદ કર્યા છે. તેણે જણાવ્યું કે તેના લગ્નના તમામ નિર્ણયો શબનમ લેતી હતી. મારા વોર્ડરોબ સુધી તેની નજર હતી.મારુ હનીમુન પણ પરિવાર સાથે દુબઈમાં થયું હતું. આકાંક્ષાએ માન્યુ કે તે દારૂનું સેવન કરતી હતી. તેણે કહ્યું તે માત્ર જોરાવર અને યુવારાજની સાથે જ દારૂનું સેવન કરતી. આકાંક્ષા મુજબ તેને માત્ર બાળકો પેદા કરવા માટે ઘરમાં લાવવામાં આવી હતી. આકાંક્ષાએ છેલ્લે જણાવ્યું કે તેને યુવરાજ સિંહથી કોઈ ફરિયાદ નથી.
વધુ વાંચો





















