શોધખોળ કરો
સુરત: દિશિત હત્યાકાંડમાં વેલ્સીના પ્રેમીની પત્ની બની સાક્ષી, શું હતો લવ-સેક્સ ઔર ધોખાનો કેસ?
1/6

વેલ્સી અને સુકેતુ લગ્ન અગાઉથી જ એકબીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂર દૂર પણ લોહીના સંબંધમાં ભાઈ બહેન થતાં હોવાથી બન્નેના લગ્ન થઈ શક્યા નહોતા. જેથી સુકેતુ અને વેલ્સીના અલગ-અલગ લગ્ન થઈ ગયાં હતાં. વેલ્સી અને સુકેતુ પોત પોતાના લગ્ન જીવનથી ખુશ નહોતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સુકેતુની પત્ની પણ તેને છોડી પિયર જતી રહી હતી. જેથી સુકેતુ અને વેલ્સીને ફરી એક થવા માટે દિશીતનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
2/6

હત્યાના દિવસે વેલ્સીએ જ દરવાજો ખુલ્લો રહેવા દીધો હતો. ત્યાર બાદ સુકેતુ અને ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ખુલ્લા દરવાજા વાટે બંગલામાં પ્રવેશ્યા હતા અને વેલ્સી અને તેની દોઢ વર્ષની પુત્રીની નજર સામે જ બેડરૂમમાં દિશીત જરીવાલાની ભર ઉંઘમાં જ ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. જોકે, તેમનો આબાદ છટકી જવાનો પ્લાન સફળ થયો નહોતો અને હત્યારા સુકેતુ અને ધીરેન્દ્રસિંહ તેમની પકડમાં આવી ગયા હતા. તેમની કબૂલાતના આધારે પોલીસે વેલ્સીની પણ ધરપકડ કરી હતી.
Published at : 27 Sep 2016 10:12 AM (IST)
Tags :
Dishit JariwalaView More





















