આ અંગેની વિગતો એવી છે કે, પુણા ખાતે આવેલી રેશ્મા રો-હાઉસમાં હરિભાઈ પ્રજાપતિ(ઉ.વ.38) અને પત્ની ભગવતીબેને ગઈ કાલે પોતાના જ ઘરના રસોડામાં પંખા પર લટકી દોરી વડે ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લી છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
3/4
મરનાર હરિભાઈ કાપડનો વેપારી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. વેપારીની પુત્રી મહિના પહેલાં જ અન્ય યુવાન સાથે ભાગી ગઈ હોવાની વાત બહાર આવી રહી છે. દીકરી ભાગી જતાં દંપતી ખૂબ પરેશાન હતું. વેપારીએ દુકાને હાજરી આપવાનું પણ ઓછું કરી દીધું હતું. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી. કાપડના વેપારી અને તેની પત્નીના આપઘાત પાછળના કારણ જાણવાનો પ્રયાસ પુણા પોલીસ કરી રહી છે.
4/4
સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં વેપારી અને તેની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરી કોઈ યુવક સાથે ભાગી જતાં દંપતીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.