કેન્સરની બીમારીને કારણે શિક્ષકે નવેમ્બર માસથી ટ્યૂશન આપવાનું બંધ કરી દીધું હતું. જેથી વૃંદાને કેન્સરગ્રસ્ત શિક્ષકની ચિંતા કોરી ખાતી હતી. સતત ટેન્શનમાં રહેતી વૃંદાને અભ્યાસ બગડવાનો પણ ડર હતો. જેથી તેણીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
2/3
સુરતના ભટાર ચાર રસ્તા ખાતે સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતી વૃંદા સંજયકુમાર ગોયેલે ગત તારીખ 7મીએ બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં જ ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
3/3
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૃંદાનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. તેણીના પિતા કાપડના વેપારી છે. વૃંદાને 1 ભાઈ અને 1 બહેન છે. આ દરમિયાન વૃંદા ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. ટ્યૂશનના શિક્ષક રોનક સર તેણીને ટ્યૂશન આપવા ઘરે આવતા હતાં. જોકે ટ્યૂશનના શિક્ષકને કેન્સર થઈ ગયું હતું.