પોલીસ ઉધના, લિંબાયત અને ડીસીબી મળી 150 જણા અને નવાગામના 50 યુવકોને બોલાવી પાઈપોમાંથી અંદર ગયા અને કલાકમાં પાઈપમાંથી બાળકી મળી છે. સ્ટાફે બાળકીને 5 મીનિટમાં બહાર લાવી પોલીસની ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વધુ સારવારની જરૂર પડતાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી બિચારી અંદર 11 કલાક સુધી તડપતી પડી રહી હતી પોલીસે બાળકીને તો બચાવી લીધી પરંતુ તેની સાથે થયેલી આપવીતીનું અમને દુ:ખ છે.
2/5
બાળકીના પરિવારજનોની સાથે પોલીસે બેસી બાળકને ચોકલેટ આપી શાંતિથી બાળકીને કોણ લઈ ગયું તે બાબતે પૂછતાં બાળકે થોડી વારમાં કહ્યું હતું કે, ‘મામુ લેકે ગયા’, જેથી અમે લાગ્યું કે બાળક કોઈ દિવસ ખોટું નહીં બોલે. પછી પોલીસે આરોપીને પકડી લીધો હતો અને બાળકીની બાબતે પૂછતાં પહેલાં તો તેણે કશું જાણતો ન હોવાની વાત કરી હતી.
3/5
શનિવારે સાંજે સાડા ચાર વાગ્યે પોલીસે ફરિયાદ લઈને 5 વાગ્યે તપાસ કરવાની શરૂઆત કરી હતી. બાળકીની માતાએ પોલીસને કહ્યું હતું કે, બાજુમાં રહેતો 6 વર્ષનો બાળક તેની સાથે રમતો હતો. જેની પોલીસ બાળક પાસેથી માહિતી મેળવવા માંગતી હતી. બાળક પોલીસને જોઈને ગભરાઈ જાય એટલે પોલીસે તેને ઓળખ આપી ન હતી.
4/5
સૂત્રોના જણાવ્યા અનુસાર, નરાધમ પકડાયો તો ખરો પરંતુ એટલો રિઢો હતો કે લાંબા સમય સુધી તેણે ગુનાની કબુલાત જ કરી નહતી. અંતે થાકીને પોલીસે તેને નજીકના રેલવે ટ્રેક પર સૂવડાવી દીધો હતો. તેને એવું કહીને ડરાવ્યો કે જો તે સાચું નહીં બોલે તો ટ્રેન આવશે છતાં ત્યાંથી ઉઠવા નહીં દે. ગભરાયેલા નરાધમે અંતે પોતે કરેલા ગુના અંગે સાચું બોલવાની ફરજ પડી હતી.
5/5
સુરત: ડિંડોલીમાં માસૂમ બાળકીને પાઈપોની અંદર લઈ જઈને નરાધમે પીંખી નાખી હતી. યુવકે કંઈ પાઇપમાં બળાત્કાર ગુજાર્યો તે શોધવા માટે પણ પોલીસને પરસેવો પડી ગયો હતો. પાઈપોની અંદર દિવસે પણ એટલું અંધારું હતું કે પોલીસે મોબાઈલની ટોર્ચથી તપાસ કરવી પડી હતી.