વલસાડ તાલુકાના હનુમાનભાગડા, ઓવાડા, ધમડાચી, પાથરી, ઠક્કરવાડા, ઘડોઇ, જુજવા કાંજણરણછોડ, કાંજણહરિ, ભદેલી દેસાઇપાર્ટી, વેજલપોર અને લીલાપોરમાં નદીના તટ વિસ્તારથી દૂર રહેવા એલર્ટ કરાયા હતા.
5/9
નીચાણવાળા વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ એનડીઆરએફની ટીમ ગણદેવીમાં તૈનાત છે. વલસાડ કલેક્ટર સીઆર ખરસાણે કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરી તંત્રને સાબદુ કરી દીધું હતું.
6/9
મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે 9 દરવાજા 4.5 મીટર ખુલ્લા મુકાતા દમણગંગા નદીમાં પૂર આવ્યું હતું. નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકાના જૂજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો હતો. જેથી 36 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
7/9
ધરમપુરના જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદી ગાંડીતૂર બની હતી. ભારે વરસાદના કારણે ઔરંગામાં પૂરના ધસમસતા પાણી આવી પહોંચે તે પહેલા જિલ્લા કલેક્ટરની અર્લી વોર્નિંગ સિસ્ટમ હેઠળ કિનારાના વિસ્તારોમાં એલર્ટનું પ્રથમ સાયરન ધણધણી ઉઠ્યું હતું.
8/9
તમામ નદીઓ ગાંડીતૂર થતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. ગણદેવીમાં 497 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે નવસારી, વલસાડ અને ઓલપાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
9/9
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પડેલા મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું. મેઘરાજાની તોફાની સવારીમાં વલસાડ, પારડી, ખેરગામ અને વઘઈમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જ્યારે ધરમપુરમાં 9 ઈંચ વરસાદથી દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.