સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.
2/5
વનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.
3/5
4/5
આ મામલે વાઇલ્ડ લાઇપ એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
5/5
માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.