શોધખોળ કરો
નવસારી બસ ડેપોમાં એસટી બસના ડ્રાઈવરે સર્જયો ગંભીર અકસ્માત, 3ના મોત
1/3

નવસારી: નવસારીમાં બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્મતામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નવસારીમાં એસટી બસે બસ ડેપોમાં જ અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી જીજે18 વાય 6575 નંબરની એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી.
2/3

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો નવસારી ડેપોમાં પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જે લોકો મોત થયા તેમના પરિવારના સભ્યોના રૂદનથી એસટી ડેપો હચમચી ઉઠ્યો હતો. પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 24 Dec 2018 08:57 PM (IST)
View More





















