સુરતઃ લીંબાયત પરવટ ગામમાં હોમિયોપેથી ડોક્ટરની આત્મહત્યા પછી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ડોક્ટરે પોતે સૂસાઇડ નોટમાં કંકાસથી કંટાળી જઈને આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. બીજી તરફ પોલીસ તપાસમાં ડો.દલાલે એક મહિલા સાથે અફેર અને સેક્સ સંબંધ પછી બદનામીના ડરે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે ડો. દલાલને એચઆઇવી પોઝિટીવ પેશન્ટની પત્ની સાથે સેક્સ શારીરિક સંબંધ હતા. ડો. દલાલ અને મહિલા કઢંગી હાલતમાં હતા, ત્યારે મહિલાનો પુત્ર જોઇ જતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી બદનામીના ડરે અને પોતાના અને આ મહિલાના પરિવાર સાથેના કંકાસથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો. આગળ વાંચોઃ શું કહે છે ડો. દલાલની પત્ની?
2/4
લીંબાયત પોલીસના પીઆઇ બી.એમ. પરમારે જણાવ્યું હતું કે, ડો. દલાલે પોતાના આપઘાત માટે પોતાના અને મહિલા દર્દીના પરિવારને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ડોક્ટર દલાલના પત્નીને પણ પતિના લગ્નેત્તર સંબંધ વિશે ખબર હતી અને તેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. સૂસાઇડ નોટમાં ડો.દલાલે તેના લગ્નેતર સંબંધો બાબતે ઘણા ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, તેઓ પત્ની રેશ્મા, બે બાળકો, સાળો તથા વિનાયક ફ્લેટમાં રહેતાં મહિલાના પતિ, તેના પુત્ર અને પુત્રીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે.
3/4
મંગળવારે સવારે ડો. દલાલનો પરિવાર બહાર ગયો હતો. આ તકનો લાભ લઈ તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. ડોક્ટર દલાલે મંગળવારે પહેલાં ઝેરી દેવા પીધી હતી અને આ પછી પંખાના હુક સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે છ મહિના પહેલા પણ ડો. મહેન્દ્ર દલાલે ઘેનની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડોક્ટર મોડી સાંજે ફાંસો ખાધેલી હાલતમાં ઘરેથી મળી આવતાં લીંબાયત પોલીસે તેના મૃતદહેને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
4/4
કામરેજ નજીકના ખોલવડ ગામે રહેતાં મગન દલાલના પુત્ર મહેન્દ્ર દલાલ પરવટ પાટીયા ખાતેના શિવમ કોમ્પલેક્ષમાં કીનલ ક્લિનીક ધરાવે છે. પરિવારમાં પત્ની રેશ્મા અને બે બાળકો કીનલ અને સાહીલ સાથે પરવત ખાતેના ચિન્મય રો હાઉસમાં રહેતા હતા. કિનલ ધોરણ 12 અને સાહીત ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે.