શોધખોળ કરો
સુરત મર્ડર કેસમાં સામે આવી ચોંકાવનારી વિગતોઃ દિશીત સાથે વેલ્સીને થતી હતી ગુંગણામણ, જાણો કેમ?

1/6

એટલું જ નહીં પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીને બંધન ગમતું નહોતું. તેને પારિવારિક બંધન કે મર્યાદાઓમાં રહેવું નહોતું. તે મુક્ત રીતે જીવવા માગતી હતી. આને કારણે જ લગ્ન પછી પણ તે સુકેતુ તરફ ફરીથી આકર્ષાઈ અને સુકેતુ સાથે જીવવા માટે દિશીતની હત્યા કરાવી.
2/6

સુરતઃ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની હત્યાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. દિશીતની હત્યા તેની જ પત્ની વેલ્સીએ પ્રેમી સુકેતુ સાથે મળીને કરાવી હતી. અત્યારે તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ત્યારે વેલ્સીની પૂછપરછમાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે.
3/6

એટલું જ નહીં, વેલ્સીની પૂછપરછમાં એવી પણ વિગતો સામે આવી છે કે, વેલ્સીએ દિશીત સાથે મનમેળ ન હોવાનું અને તેની સાથે લગ્નજીવન શક્ય ન હોવાનું પરિવારને જણાવ્યું હતું અને તેમની સાથે છૂટાછેડાની વાત પણ કરવાની હતી.
4/6

દિશીત ઘરમાં નોકર રાખવાનું વિચારતો હતો. પરંતુ વેલ્સીએ ઝઘડો કરીને નોકર રાખવાની ના પાડી દીધી હતી. જેના કારણ તરીકે તેણે પોતાને ફ્રીડમ જોઈ હતોવાનું જણાવ્યું હતું. નોકર રાખે તો દિશીતની હત્યામાં તે બાધક બનવાની શક્યતા હતી.
5/6

સુકેતુ સાથેના પ્રેમસંબંધમાં વેલ્સી એટલી હદે આગળ વધી ગઈ છે કે, તેને પતિ દિશીતની હત્યાનો કોઈ રંજ નથી. તેણે તો પોલીસને હસતાં હસતાં ત્યાં સુધી કહી દીધું કે, મને હવે તમે મોતની સજા આપી દો, ફાંસીની સજા આપી દો, મેં કામ જ એવું કર્યું છે કે, જેનાથી મને હવે કોઈ માફ નહીં કરે. તે દિશીતની હત્યા પછી બિન્દાસ જવાબ આપતી હતી.
6/6

વેલ્સીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, વેલ્સી દિશીત સાથેના લગ્નજીવનથી કંટાળી ગઈ હતી અને તેની સાથે ગુંગણામણ અનુભવતી હતી. વેલ્સી પ્રેમી સની સાથે રહેવા માગતી હતી. જોકે, તે ભાગી કે છૂટાછેડા લઈ શકે તેમ નહોતી. જો તે તેમ કરવા જાય તો તેને દીકરી ગુમાવવાનો ડર હતો. બીજી તરફ તેને દિશીતનો સહવાસ પણ ખૂંચતો હતો. વેલ્સી તેનું કારણ એવું આપે છે કે, દિશીત તેને સમજતો નહોતો. જ્યારે પ્રેમી સની તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હતો અને તેની કેર લેતો હતો. આમ, તેના મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ હતી કે, તે સની સાથે ખૂશ રહેશે.
Published at : 02 Jul 2016 09:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
