આ અંગેની વિગતો એવી છે કે, મહિલાનો પતિ બીમાર રહેતો હોવાથી મહિલા અને તેની સગીર પુત્ર અઠવાના તાંત્રિક પાસે વિધી કરાવવા ગયા હતા. તાંત્રિક અકમલબાબાએ તંત્રમંત્રથી દોરા-ધાગા વડે પિતાની બીમારી સારી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પછી વિધીના બહાને દુકાનની અંદર લઈ જઈ 14 વર્ષીય સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં રહેતા એક તાંત્રિકે પોતાની પાસે પિતાની બીમારી દૂર કરવા માટેની વિધી કરાવવા આવેલી દીકરી અને તેની માતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તાંત્રિક પર ફિટકાર વરસી રહ્યો છે. અઠવા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
9/9
સગીરા પર બળાત્કાર ગુજાર્યા પછી તેને તાંત્રિક વિધીનો ભય બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તાંત્રિકે મહિલા અને સગીરા પર લગભગ એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. અંતે આ તાંત્રિકની હવસનો શિકાર બનેલી મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.