અધિકારી સૂત્રોએ કહ્યું હતું કે, આ રૂપિયા રોકડમાં ચૂકવવામાં આવ્યા છે એટલે તે બ્લેકમની હોવાની પુરી સંભાવના છે. આ અંગે આયકર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બિટકનેક્ટ-કોઈન બાબતે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયા બાદ દિવ્યેશ દરજીની દુબઈથી ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપી સુરેશ ગોરસીયા અને સતીષ કુંભાણી વિદેશ ફરાર થઈ ગયા હતા.
2/5
સીઆઈડીએ વરાછા ખાતેના ‘અ’ પરથી શરૂ થતાં ત્રણ અક્ષરના બિલ્ડર ગ્રુપ પાસે આરોપી સુરેશ ગોરસિયાએ રૂપિયા 17 કરોડમાં સાત હજાર સ્ક્વેર ફુટની દુકાનો ખરીદી હતી અને આ જગ્યા પર તે હોસ્પિટલ બનાવવાનો હતો. એક રીતે સમગ્ર ફ્લોર જ ખરીદી લેવામાં આવ્યો હતો. સીઆઈડીને જાણકારી મળી હતી કે, આ જગ્યાના દસ્તાવેજ કરવામાં આવ્યા નથી પરંતુ આરોપીએ રૂપિયા 17 કરોડનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આથી અધિકારીઓએ આ જગ્યા કબજામાં લઈ લીધી હતી. હવે આરોપી કે બિલ્ડર આ જગ્યા વેચી શકશે નહીં.
3/5
સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી સતીષ કુંભાણી, દિવ્યેશ દરજી અને સુરેશ ગોરસિયા દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું હતું તેને સપાટી પર લાવવા માટે રજિસ્ટ્રાર કચેરીનો સહકાર લેવામાં આવ્યો હતો. જેમાં દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા ઉપરાંત અન્ય આરોપીઓના રોકાણોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 45 કરોડની મિલકતો મળી આવી હતી.
4/5
આવનારા સમયમાં વધુ મિલકતો સીઆઈડી પોતાના કબજામાં લે તેવી સંભાવના છે. આ માટે કલેક્ટર અને સબ રજિસ્ટ્રારનો સંપર્ક કરીને સીઆઈડીના અધિકારીઓ મિલકતોની શોધખોળ શરૂ કરી દીધી છે. સીઆઇડી ક્રાઈમના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવ્યેશ દરજીની ધરપકડ બાદ રિક્વરી સ્કેન્ડલ દ્વારા જે કમાણી થઈ હતી તેનું જમીન, રો-હાઉસ ફ્લેટ અને દુકાનોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જેની કિંમત પણ કરોડો રૂપિયા થતી હતી.
5/5
સુરત: દિવ્યેશ દરજીને આવરી લેતાં રૂપિયા 20 હજાર કરોડના બિટકોઈન ટ્રાન્ઝેક્શનના કેસમાં સીઆઈડીએ રિક્વરીની પ્રક્રિયા ઝડપી કરી છે. દિવ્યેશ દરજીની બે ઓફિસ ઉપરાંત સુરેશ ગોરસિયાની સાત હજાર સ્ક્વેર ફુટની દુકાનો અને અન્ય આરોપીઓની જમીનો મળી કુલ રૂપિયા 45 કરોડની બજાર કિંમત ધરાવતી મિલકતો સીઆઈડીએ ટાંચમાં લીધી છે.