શોધખોળ કરો
સુરત કીટી પાર્ટી: મહેફિલ માણવા મહિલાઓ મોંઘીદાટ દારૂની બોટલો ક્યાંથી લાવી હતી? નામ જાણીને ચોંકી જશો

1/6

2/6

હોટલમાં મહિલાઓની વચ્ચે પડેલી મોંઘીદાટ ઇંગ્લિશ દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દારૂના નશામાં ધૂત 21 મહિલાઓની ધરપકડ કરી હતી.
3/6

પીપલોદ ખાતે આવેલી ઓયસ્ટર હોટલમાં શુક્રવારે રાત્રે ઉમરા પોલીસે રેડ કરી દારૂની મહેફિલ જમાવી બેઠેલી 21 મહિલા ઝડપી પાડી હતી. કીટીપાર્ટીની આડમાં દારૂની મહેફિલ કરતી ખાનદાન ઘરની મહિલાઓ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
4/6

હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ છતાં મેનેજર સુખવિન્દરસિંગ રામનાથસિંગ રાજપૂતે તેમણે રોક્યાં નહોતા કે પોલીસને જાણ કરી નહોતી. ઉલટાનું મેનેજર સુખવિન્દરે વેઈટરને આ મહેફિલમાં સર્વિસ આપવા માટે સૂચના આપી હતી. જેને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
5/6

મહિલાઓ દારૂ ક્યાંથી લાવી તે દિશામાં પોલીસે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 21માંથી ત્રણ મહિલાઓ પૈકા બે પોતાના પતિ અને સસરાના પરમિટની દારૂની બોટલો મહેફિલ માટે લઈ આવી હતી. પીએસઆઈ જણાવ્યું હતું કે, જેમના નામે પરમિટ છે અને મહિલાઓ દારૂની બોટલ લઈ આવી છે. તેઓ વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેઓ સામે કાયદેસરાના પગલા ભરવામાં આવશે.
6/6

સુરત: પીપલોદની ઓયસ્ટર હોટલમાં પકડાયેલી દારૂની મહેફિલમાં મહિલાઓ પતિ અને સસરાના પરમિટની દારૂનો બોટલો લઈને આવી હતી. જ્યારે મહિલાઓને દારૂની મહેફિલ માટે છૂટ આપનારા ઓયસ્ટર હોટલના મેનેજરની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. મહેફિલમાં દારૂની બોટલો ક્યાંથી લવાઈ હતી તેની અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂ અપાવનારા વ્યક્તિની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે એમ અઠવા જણાવ્યું હતું.
Published at : 24 Dec 2018 10:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
