શોધખોળ કરો
Advertisement
Airtel અને Vodafoneએ યૂઝર્સને આપ્યો મોટો ઝાટકો, કંપનીએ બંધ કર્યા આ બે સસ્તા પ્લાન્સ
નવા લૉન્ચ કરવામાં આવેલા 248 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે.
નવી દિલ્હીઃ Airtel અને Vodafone-Ideaએ 3 ડિસેમ્બરથી ટેરીફમાં વધારો કર્યો છે. જ્યારે રિલાયન્સ જિઓના વધેલી કિંમતના નવા પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ થશે. એરટેલ અને વોડાફોને પોતાના નવા પેકની જાણકારી શેર કરી છે. એરટેલ અને વોડાફોને પહેલાથી ઉપલબ્ધ કેટલાક પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે, તો કેટલાક પ્લાન્સ નવા લોન્ચ કર્યા છે. સાથે જ કંપનીએ પોતાના બે પોપ્યુલર પ્રીપેડ પ્લાન બંધ કર્યા છે.
એરટેલ અને વોડાફોને 169 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાન બંધ કરી દીધાં છે. 28 દિવસની વેલીડીટી વાળા આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટા મળતો હતો. તેના સ્થાને નવા પ્લાન લૉન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી આ પેકમાં મળતાં બેનેફિટ્સ કરતાં થોડા ઓછા-વધુ ફાયદા મળશે. પરંતુ નવા પ્લાન્સની કિંમત પણ વધુ છે.
એરટેલે 169 અને 199 રૂપિયાના પ્લાન બંધ કરીને 248 રૂપિયાનો એક પ્લાન લૉન્ચ કર્યો છે. 169 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલીડીટી, દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળતી હતી. સાથે જ 199 રૂપિયામાં 28 દિવસની વેલીડીટી. દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળતાં હતા.
નવા લૉન્ચ કરવામાં આવેલા 248 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ ફક્ત એરટેલથી એરટેલ પર મળશે. અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે 1000 એફયુપી મિનિટ મળશે. આ 1000 મિનિટ પૂરી થયા બાદ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા આપવા પડશે. નવા પેક લાગુ થવાની સાથે એરટેલ પાસે એવો કોઇ પ્લાન નથી જેમાં દરરોજ 1 જીબી ડેટા મળે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement