શોધખોળ કરો
Advertisement
દરરોજ 2 GB ડેટા સાથે આવે છે આ બેસ્ટ રિચાર્જ પ્લાન, 300 રૂપિયા કરતા પણ ઓછી છે કિંમત, જાણો
કોરોના સંકટમાં મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને કામ કરી રહ્યા છે, એવામાં વધુ ઈન્ટરનેટની જરૂર પડતી હોય છે.
નવી દિલ્હી: કોરોના સંકટમાં મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને કામ કરી રહ્યા છે, એવામાં વધુ ઈન્ટરનેટની જરૂર પડતી હોય છે. હાલના સમયમાં દરેક જરૂરિયાત મુજબના રિચાર્જ પ્લાન મળે છે. અમે તમને Airtel, Jio અને Vodafone ના કેટલાક રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં 2GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રીમાં પ્રીમિયમ એપનો ફાયદો મેળવી શકાય છે.
Airtel રિચાર્જ પ્લાન
Airtelનું 298 રૂપિયાનું રિચાર્જ પ્લાન ખૂબ જ જાણીતું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં દરરોજ 2 GB ડેટા ઈન્ટરનેટ મળે છે. આ સિવાય રોજના 100 એસએમએસ પણ મળે છે. કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આ પ્લાનમાં મળે છે. આ સિવયા ઓફર્સની વાત કરીએ તો આ પ્લાનમાં એરટેલ એક્સટ્રીમ, જી5 અને વિંક મ્યૂઝિક પ્રીમિયમ એપનું સબસ્ક્રીપશન ફ્રીમાં મળે છે.
Jio રિચાર્જ પ્લાન
Jio ના 249 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. જેમાં દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટા સાથે 100 એસએમએસ પણ મળે છે. કોલિંગ માટે 1,000 નોન-જિયો મિનિટ અને જિયો ટૂ જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન સાથે જિયો પ્રીમિયમ એપનું સબસ્ક્રીપ્શન ફ્રીમાં મળે છે.
Vodafone રિચાર્જ પ્લાન
Vodafone ના 299 રૂપિયાના પ્લાનને ખૂબ જ સારો માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર આપવામાં આવે છે. દરરોજ 2GB+2GB ઈન્ટરનેટ ડેટા તેમા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને જી5 જેવા પ્રીમિયમ એપને ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion