Apple લવર્સ માટે મોટી ગિફ્ટ, 7 કલર ઓપ્શનની સાથે લૉન્ચ થશે iPhone 16 પ્લસ
MacRumors ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone 16 Plus 7 અલગ-અલગ રંગોમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે
Apple 16 Plus Leaked Details: એપલ યૂઝર્સ દર વર્ષે એપલની નવી આઈફોન સીરીઝની આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2024માં કંપની નવી iPhone સીરીઝ લૉન્ચ કરી શકે છે, જોકે કંપનીએ ફોનની આ સીરીઝની લૉન્ચિંગ તારીખ જાહેર કરી નથી. લૉન્ચ પહેલા iPhone 16 Plusની ઘણીબધી લીક વિગતો સામે આવી રહી છે. આ વખતે પણ એક નવો લીક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં iPhone 16 Plus વિશે ખુલાસો થયો છે કે તેને 7 નવા કલરમાં લૉન્ચ કરવામાં આવશે.
MacRumors ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone 16 Plus 7 અલગ-અલગ રંગોમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે. આમાંથી બે રંગો સંપૂર્ણપણે અલગ અને નવા હશે જ્યારે બાકીના પાંચ રંગો iPhone 15 સીરીઝના કલરો જેવા હોવાની શક્યતા છે. કલરની વાત કરીએ તો વર્તમાન રંગો વાદળી, ગુલાબી, પીળો, લીલો અને કાળો છે. આ સિવાય બે નવા કલર્સ પ્લસ વ્હાઇટ અને પર્પલ પણ આવવાના છે.
આ લીક ડિટેલ્સ આવી સામે
અગાઉ, માજીન બુએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર Appleની આવનારી iPhone સીરિઝ (સંભવિત)ની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં iPhone 16 સિરીઝના મોડલ્સની ડિસ્પ્લે સાઇઝ વિશે માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે iPhone 16 Proની ડિસ્પ્લે સાઈઝ iPhone 15 Proની ડિસ્પ્લે સાઈઝ કરતા મોટી હશે. iPhone 16 Proમાં 6.3-ઇંચની સ્ક્રીન આપી શકાય છે, જ્યારે iPhone 15 Proમાં 6.1-ઇંચની સ્ક્રીન આપવામાં આવી હતી.
આ સાથે એ પણ કહેવામાં આવ્યું કે iPhone 16 અને iPhone 16 Plusના ડિસ્પ્લે સાઈઝમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ બંને iPhone મોડલની સ્ક્રીન સાઈઝ iPhone 15 અને iPhone 15 Plus જેટલી જ હોઈ શકે છે. આ સિવાય એ પણ જણાવવામાં આવ્યું હતું કે iPhone 16 સિરીઝના બંને બેઝ મોડલ ફોનમાં એક્શન બટન આપી શકાય છે, જે હાલમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં આપવામાં આવે છે.