એપલે લોન્ચ કરી Apple Watch Ultra 3, Series 11, અને SE 3: S11 ચિપ સાથે વધુ સ્માર્ટ અને ફાસ્ટ!
નવા S11 ચિપસેટ સાથે પર્ફોમન્સમાં મોટો સુધારો, બેટરી લાઇફ અને કનેક્ટિવિટીમાં પણ અપગ્રેડ.

Apple Watch Ultra 3: અમેરિકન ટેક જાયન્ટ એપલે તેની તાજેતરની 'અવે ડ્રોપિંગ' ઈવેન્ટમાં સ્માર્ટવોચના શોખીનો માટે એકસાથે ત્રણ નવા મોડલ લોન્ચ કર્યા છે. જેમાં પ્રીમિયમ Apple Watch Ultra 3, મુખ્ય પ્રવાહની Apple Watch Series 11, અને બજેટ ફ્રેન્ડલી Apple Watch SE 3 નો સમાવેશ થાય છે. આ તમામ નવા મોડલમાં S11 ચિપસેટ અપગ્રેડ કરવામાં આવ્યું છે, જે તેમના પર્ફોમન્સ અને બેટરી લાઇફને વધુ કાર્યક્ષમ બનાવશે. આ નવા મોડલ જુદા જુદા ભાવ અને જરૂરિયાતો મુજબના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે.
Apple Watch Ultra 3: શક્તિ, ટકાઉપણું અને અદ્યતન સુવિધાઓ
Apple ની આ પ્રીમિયમ ઘડિયાળ એડવેન્ચર અને સ્પોર્ટ્સના શોખીનો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ મોડલમાં ટકાઉપણું અને પર્ફોમન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જૂના મોડલ કરતાં વધુ સારા રિઝોલ્યુશનવાળા ડિસ્પ્લે સાથે તેમાં નવો S11 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ ચિપસેટ ઘડિયાળની બેટરી લાઇફને પણ સુધારશે. વધુમાં, તેમાં અદ્યતન GPS ટ્રેકિંગ, સેટેલાઇટ કનેક્ટિવિટી અને અત્યાધુનિક હેલ્થ મોનિટરિંગ ફંક્શન્સ પણ ઉમેરવામાં આવ્યા છે.
Apple Watch Series 11: ડિઝાઈન અને કનેક્ટિવિટીમાં અપગ્રેડ
એપલ એ તેની મુખ્ય સિરીઝ 11 પણ રજૂ કરી છે. આ ઘડિયાળમાં નવા S11 ચિપસેટ સાથે ડિસ્પ્લેને વધુ સુધારવામાં આવ્યું છે, જે વિઝ્યુઅલ એક્સપિરિયન્સને વધુ શાનદાર બનાવશે. 5G કનેક્ટિવિટી માટે તેમાં મીડિયાટેક મોડેમ નો સપોર્ટ આપવામાં આવ્યો છે. પાછલા મોડેલમાં રંગ ઝાંખા પડવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, કંપનીએ નવા કલર વિકલ્પો અને બેન્ડ ડિઝાઇન પણ લોન્ચ કર્યા છે.
Apple Watch SE 3: સસ્તો અને સ્માર્ટ વિકલ્પ
જે ગ્રાહકો એપલની સ્માર્ટવોચ વાપરવા માગે છે પરંતુ બજેટ ઓછું છે, તેમના માટે Apple Watch SE 3 એક સારો વિકલ્પ છે. ભલે તેની ડિઝાઇનમાં મોટો બદલાવ ન હોય, પરંતુ તેને નવો S11 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ ચિપસેટ ઘડિયાળને ઝડપી પર્ફોમન્સ અને વધુ સારી બેટરી કાર્યક્ષમતા પ્રદાન કરશે. આ ઉપરાંત, નવા કલર અને સ્ટ્રેપ વિકલ્પો સાથે તેને યુઝર્સ માટે વધુ આકર્ષક બનાવવામાં આવી છે.
કિંમત અને ઉપલબ્ધતા
એપલ ની આ નવી ઘડિયાળોની કિંમત નીચે મુજબ છે:
- Apple Watch Ultra 3: $799
- Apple Watch SE 3: $249
- Apple Watch Series 11: $399





















