Tech: આ 22 બ્રાન્ડ મુંબઇમાં Apple રિટેલ સ્ટૉરની આજુબાજુ પણ નહીં ખોલી શકે દુકાનો, શું છે કારણ, જુઓ અહીં તમામનું લિસ્ટ.....
આ રિપોર્ટમાં આ 21 નામો બતાવવામાં આવ્યા છે, પરંતુ આમાં એક અજાણ્યું નામ સેમસંગનું પણ હોઈ શકે છે.
Apple Retail Store : ટેક દિગ્ગજ કંપની એપલ આ મહિનાના અંતમાં મુંબઈમાં પોતાનો પહેલો રિટેલ સ્ટૉર ખોલી શકે છે. આ પહેલો સ્ટૉર બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા Jio વર્લ્ડ ડ્રાઇવ મૉલમાં ખોલવામાં આવી રહ્યો છે. લૉન્ચ પહેલા કેટલાક લીક્સ સામે આવી છે, તે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, એપલના સીઈઓ ટિમ કુક પણ લૉન્ચના દિવસે અહીં હજાર રહી શકે છે. આ ઉપરાંત એક અન્ય સમાચાર સામે આવ્યા છે, જેમાં એપલના એગ્રીમેન્ટની પણ વાત કરવામાં આવી છે. એગ્રીમેન્ટ પ્રમાણે, 22 બ્રાન્ડ એપલના સ્ટોર્સની નજીક દુકાનો ખોલી શકશે નહીં, કે તેઓ અહીં જાહેરાત પણ કરી શકશે નહીં. જાણો આ 22 બ્રાન્ડ કઈ કઇ છે......
આ બ્રાન્ડ્સ નહીં ખોલી શકે દુકાનો
ડેટા એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સના એક્સેસ કરવામાં આવેલા એગ્રિમેન્ટ અને ઇકોનૉમિક ટાઇમ્સ અનુસાર, કેટલીક બ્રાન્ડ મુંબઈમાં Apple સ્ટૉરની નજીક પોતાની દુકાનો નથી ખોલી શકતી, એટલુ જ નહીં તે જાહેરાતો પણ નથી કરી શકતી. જુઓ આ તમામ બ્રાન્ડસની યાદી.....
અમેઝૉન
ફેસબુક
ગૂગલ
LG
માઇક્રોસૉફ્ટ
સોની
ટ્વીટર
Bose
ડેલ
ડેવિએલેટ
ફૉક્સકૉન
ગાર્મિન
હિતાચી
HP
HTC
IBM
ઇન્ટેલ
લેનોવો
Nest
પેનાસૉનિક
તોશિબા
આ રિપોર્ટમાં આ 21 નામો બતાવવામાં આવ્યા છે, પરંતુ આમાં એક અજાણ્યું નામ સેમસંગનું પણ હોઈ શકે છે. આ લાંબુ લિસ્ટ જોતા રિટેલ કન્સલ્ટિંગ ફર્મ થર્ડ આઈસાઈટ કહે છે કે સ્પર્ધાત્મક બ્રાન્ડ્સની આટલી લાંબી યાદી હોવી સામાન્ય રીતે અસામાન્ય છે.
દિલ્હીમાં ખુલશે આગામી સ્ટૉર
જોકે, આ લિસ્ટ એક ચોંકાવનારી વાતની જેમ સામે આવ્યુ નથી, કેમ કે એપલ ભારતમાં તેના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સખત પ્રયાસ કરી રહી છે. ભારત એક એવો દેશ છે જ્યાં એપલે છેલ્લા છ વર્ષમાં સતત વૃદ્ધિ કરી છે. મુંબઈમાં તેનો પહેલો રિટેલ સ્ટૉર શરૂ કર્યા પછી, Apple દિલ્હીમાં સાકેતના સિટીવૉક મૉલમાં બીજો સ્ટૉર ખોલશે. ઉલ્લેખનીય છે કે, એપલના 25 દેશોમાં 500 થી વધુ રિટેલ સ્ટૉર્સ ઉપલબ્ધ છે.
ભાડાની સાથે રેવન્યુ સ્ટોક ડીલ
ભારતમાં કંપનીના પ્રથમ રિટેલ સ્ટોરનું વાર્ષિક ભાડું ઓછામાં ઓછું રૂ. 5.04 કરોડ છે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. આંકડાઓ અનુસાર, માસિક ભાડું 42 લાખ રૂપિયા હશે. દર ત્રણ વર્ષે 15%ની ઇનબિલ્ટ એસ્કેલેશન કલમ પણ છે. આ સિવાય રેવન્યુ સ્ટોક ડીલ પણ છે, જેમાં એપલને 36 મહિના માટે રેવન્યુના 3 ટકા અને તેના પછી 2.5 ટકા ચૂકવવા પડશે. કરાર 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ નોંધાયેલ છે. આ સ્ટોરનું સ્થાન Jio વર્લ્ડ ડ્રાઇવ મોલમાં છે. મોટાભાગનો સામાન લક્ઝરી બ્રાન્ડનો છે. આ સામાનને Apple BKCના નામથી પણ ઓળખવામાં આવશે.
Apple કોને ભાડું ચૂકવશે?
એપલ પ્રાઈવેટ લિમિટેડે ઈન્ડિયન ફિલ્મ કમ્બાઈન પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. એપલે 6 મહિનાનું ભાડું પણ ચૂકવી દીધું છે. મની કંટ્રોલ રિપોર્ટ જણાવે છે કે કંપનીએ છ મહિનાના ભાડા તરીકે રૂ. 2.52 કરોડ ચૂકવ્યા છે. આ ભાડું દર ત્રણ વર્ષે 15 ટકા વધશે. રિટેલ સ્ટોરનો કાર્યકાળ 133 મહિનાનો છે અને 60 મહિનાનો વધારાનો વિકલ્પ આપવામાં આવશે. આ સિવાય મેઈન્ટેનન્સ માટે દર મહિને 110 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આપવામાં આવશે.
એપલ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે
એપલ માટે ભારત એક મોટું બજાર બની ગયું છે. ભારતમાં iPhoneનું જબરદસ્ત વેચાણ થયું છે. કદાચ આ જ કારણ છે કે કંપની વધુ ગ્રોથ માટે ભારત પર ફોકસ કરી રહી છે. કંપનીના સીઈઓ ટિમ કુકે પણ કહ્યું હતું કે એપલ માટે ભારત એક 'ખૂબ જ રોમાંચક બજાર' છે અને 'કી ફોકસ' છે.