Apple Store: આજે દિલ્હીમાં ખુલશે ભારતનો બીજો એપલ સ્ટૉર, ટિમ કૂક કરશે ઉદઘાટન, વાંચો ડિટેલ્સ
ટિમ કૂક હાલમાં એપલ સ્ટૉરના ઉદ્ઘાટન માટે ભારતમાં છે. કૂકે મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં દેશના પ્રથમ એપલ સ્ટૉરનું ઉદ્ઘાટન કર્યું હતુ.
![Apple Store: આજે દિલ્હીમાં ખુલશે ભારતનો બીજો એપલ સ્ટૉર, ટિમ કૂક કરશે ઉદઘાટન, વાંચો ડિટેલ્સ Apple Store 2023: apple ceo tim cook can inaugurate second apple retail store in delhi at today after mumbai apple store Apple Store: આજે દિલ્હીમાં ખુલશે ભારતનો બીજો એપલ સ્ટૉર, ટિમ કૂક કરશે ઉદઘાટન, વાંચો ડિટેલ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/c0ddda7ba25ec5c57c9d81e4bc9bef7d168196427155177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Apple Store: ટેક દિગ્ગજ એપલ આજે ભારતમાં પોતાનો બીજો એપલ રિટેલ સ્ટૉર ખોલવા જઇ રહી છે. મુંબઇ બાદ આજે દિલ્હીમાં પણ એપલનો સૌથી હાઇટેક સ્ટૉર ખુલી રહ્યો છે. અત્યારે Appleના CEO ટિમ કૂક ભારતમાં જ છે, ટિમ કૂકે મુંબઇમાં એપલ સ્ટૉરનું ઉદઘાટન કર્યા બાદ હવે આજે દિલ્હીમાં પણ એપલ સ્ટૉરનું ઉદઘાટન કરવાના છે. ખાસ વાત છે કે, આ પહેલા એપલના સીઇઓ ટિમ કૂકે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય કેબિનેટના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરને પણ મળ્યા હતા.
ટિમ કૂક હાલમાં એપલ સ્ટૉરના ઉદ્ઘાટન માટે ભારતમાં છે. કૂકે મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં દેશના પ્રથમ એપલ સ્ટૉરનું ઉદ્ઘાટન કર્યું હતુ. વળી, હવે આજે એટલે કે 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં એપલ સ્ટૉરનું ઉદ્ઘાટન કરશે.
પહેલાથી દિલ્હી પહોંચી ચૂક્યા છે ટિમ કૂક -
મુંબઇમાં એપલ સ્ટૉરનું ઉદઘાટન કર્યા બાદ ટિમ કૂક દિલ્હી પહોંચી ગયા હતા. તેમને અહીં દિલ્હીના લોધી આર્ટ ડિસ્ટ્રિક્ટને એક અદભૂત પબ્લિક પ્લેસ તરીકે વર્ણવતા એક ટ્વીટ કર્યું છે. ભારતીય સંસ્કૃતિને ખુબ જ પ્રભાવશાળી બનાવવા માટે ST+આર્ટ ફાઉન્ડેશન અને કલાકારોને પણ અભિનંદન. દત્તરાજ નાઈકનો પણ આભાર કે તેઓ આઈપેડ પર આ ચિત્રો કેવી રીતે ડિઝાઇન કરે છે તે બતાવવા માટે.
દિલ્હીનો એપલ સ્ટૉર હશે અલગ -
મુંબઈમાં એપલ સ્ટૉરની જેમ દિલ્હીમાં પણ સ્ટૉરનું ઓપનિંગ ખુબ જ ખાસ રહેવાનું છે. એપલ સ્ટૉરમાં દિલ્હીના ઐતિહાસિક દરવાજાઓની ઝલક જોવા મળશે. કંપનીએ એક નિવેદન જાહેર કર્યુ હતુ કે દિલ્હીમાં શરૂ થનારા બીજા એપલ સ્ટૉરમાં રંગબેરંગી આર્ટવર્ક હશે.
#WATCH | Delhi is all set to get its first Apple store with the opening scheduled for tomorrow, 20th April. The store located at the Select Citywalk Mall in Saket will be India's second Apple store, after Mumbai's BKC which opened on April 18. pic.twitter.com/Raj61NRQyV
— ANI (@ANI) April 19, 2023
#WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu
— ANI (@ANI) April 20, 2023
#WATCH | Apple CEO Tim Cook opens the gates to India's first Apple store at Mumbai's Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp
— ANI (@ANI) April 18, 2023
WATCH: Apple CEO Tim Cook opens India's first Apple Store, in Mumbai's BKC business district https://t.co/MiZiEyPnBK pic.twitter.com/uCpgOC6q1M
— Bloomberg TV (@BloombergTV) April 18, 2023
On the left you'll see the CEO of #Apple, Tim Cook inaugurate the first Apple Store in Mumbai, India.
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) April 18, 2023
On the right, you'll see extremists surrounding a Chinese national after accusing him of #blasphemy in Kohistan, Pakistan.
🇮🇳 welcomes foreign capital whilst 🇵🇰 punishes it. pic.twitter.com/b3gy3DR9Tt
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)