BSNL એ 160 દિવસ સુધી સિમ એક્ટિવ રાખવા કર્યો મોટો જુગાડ, આ સસ્તા પ્લાનથી ગ્રાહકો ખુશ
BSNL Recharge Plan: ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 997 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં, યૂઝર્સને આખા મહિના માટે 200 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે

BSNL Recharge Plan: બીએસએનએલે પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી ખાનગી કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે. કંપની પોતાના પ્લાનમાં યૂઝર્સને ઓછી કિંમતે લાંબી વેલિડિટીનો પ્લાન આપે છે, જેમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ સાથે ડેટા અને અન્ય લાભો મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ તેના નેટવર્કમાં સતત સુધારો કરી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં દેશમાં 65,000 થી વધુ નવા 4G મોબાઇલ ટાવર સ્થાપિત કર્યા છે. કંપની આગામી થોડા મહિનામાં 1 લાખ નવા 4G મોબાઇલ ટાવર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે. કંપની પાસે 160 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત ઘણા ફાયદા મળે છે.
BSNL 160 દિવસ વાળો પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 997 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં, યૂઝર્સને આખા મહિના માટે 200 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે. BSNL ના આ પ્લાનમાં, યૂઝર્સને દેશના કોઈપણ ટેલિકોમ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગનો લાભ મળે છે. BSNL ના આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળશે, એટલે કે યૂઝર્સને કુલ 320GB હાઇ સ્પીડ ડેટા મળશે.
આ ઉપરાંત, BSNL ના આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને ફ્રી નેશનલ રૉમિંગનો લાભ પણ મળશે. એટલું જ નહીં, કંપની દ્વારા યૂઝર્સને BSNL ટ્યુન્સ, ઝિંગ મ્યુઝિક સહિત ઘણી મૂલ્યવર્ધિત સેવાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. BSNLનો આ રિચાર્જ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ તેમજ સેલ્ફ કેર એપ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, BSNL યૂઝર્સ તેમના નજીકના રિટેલ સ્ટોરમાંથી પણ આ પ્લાન રિચાર્જ કરાવી શકે છે.
ડેટા વિનાનો સસ્તો પ્લાન
ટેલિકોમ રેગ્યૂલેટરના આદેશને અનુસરીને BSNL એ તેના 2G ફિચર ફોન યૂઝર્સ માટે ડેટા વગરના ઘણા સસ્તા પ્લાન રજૂ કર્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો સૌથી સસ્તો પ્લાન 99 રૂપિયામાં આવે છે. BSNL ના આ પ્લાનમાં યૂઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. BSNLનો આ પ્લાન 17 દિવસની વેલિડિટી સાથે આવે છે.
આ પણ વાંચો
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ





















