(Source: ECI/ABP News/ABP Majha)
7000mAhની બેટરી વાળા Samsungના આ મોંઘો ફોન મળી રહ્યો છે સસ્તો, જાણો ઓફર્સ વિશે.......
આ સેલમાં સ્માર્ટફોન્સની (Smartphone Sale) સાથે સાથે કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સ પર બેસ્ટ ડીલ મળી રહી છે. આ ડીલ્સમાંથી અમે તમને બતાવી રહ્યાં છીએ સ્માર્ટફોન ડીલ વિશે. ફ્લિપકાર્ટના આ સેલમાં સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) પર 6000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જાણઓ શું છે ફોન પર ઓફર્સ.....
નવી દિલ્હીઃ જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનુ (Smartphone Buying) પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે એક શાનદાર મોકો છે. ઇ-કૉમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર Big Saving Days સેલ 2 મેથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. જે સાત દિવસ સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન્સની (Smartphone Sale) સાથે સાથે કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સ પર બેસ્ટ ડીલ મળી રહી છે. આ ડીલ્સમાંથી અમે તમને બતાવી રહ્યાં છીએ સ્માર્ટફોન ડીલ વિશે. ફ્લિપકાર્ટના આ સેલમાં સેમસંગ ગેલેક્સી એફ62 (Samsung Galaxy F62) પર 6000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જાણઓ શું છે ફોન પર ઓફર્સ.....
આ છે કિંમત અને ઓફર્સ....
ફ્લિપકાર્ટ (Flipkart)ના આ સેલમાં Samsung Galaxy F62 પર તગડુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે ફોનને માત્ર 17,999 રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો, જ્યારે આ ફોનની અસલી કિંમત 23,999 રૂપિયા છે. ફોન પર સીધુ 6,000 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આનુ પેમેન્ટ જો તમે HDFC બેન્કના કાર્ડથી કરો છો તો 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ EMI પર પણ આ ઓફર અવેલેબલ છે. એટલુ જ નહીં આ ફોન પર તમને એક્સચેન્જ ઓફર, નૉ કૉસ્ટ EMIની સુવિધા મળી રહી છે.
Samsung Galaxy F62ની સ્પેશિફિકેશન્સ......
Samsung Galaxy F62ની સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 6.7 ઇંચની સુપર OMLED ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોન 6GB, 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પરફોર્મન્સ માટે આમાં 7 નેનૉમીટર પ્રૉસેસ ટેકનોલૉજી વાળુ Exynos 9825 પ્રૉસેસર વાપરવામાં આવ્યુ છે.
Samsung Galaxy F62નો કેમેરો.....
ફોટોગ્રાફી માટે Samsung Galaxy F62માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી, 13 મેગાપિક્સલ એલ્ટ્રા-વાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો, 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે ફોનની ફ્રન્ટ પેનલમાં પંચ હૉલ કટ-આઉટ ડિઝાઇન આપવામાં આવી છે.
7000mAhની બેટરી.....
પાવર માટે આમાં 7000mAhની મોટી દમદાર બેટરી આપવામાં આવી છે, વળી કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ, યુએસબી ટાઇપ-સી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોનનુ ડાયમેન્શન 76.3 x 163.9 x 9.5 mm અને વજન 218 ગ્રામ છે. આ ફોન ડ્યૂલ સિમ સપોર્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.