WhatsApp પર આવી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ જેવું આ ફિચર, પછી કોઇને નંબર આપવાની નહીં રહે જરૂર.......
વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની એક નવા યૂઝરનેમ ફિચર પર કામ કરી રહી છે
WhatsApp Username Feature: વૉટ્સએપ પોતાના યૂઝર્સને એક્સપીરિયન્સ વધુ બેસ્ટ બનાવવા અને પ્રાઇવસીને સાચવી રાખવા માટે કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જલદી યૂઝર્સને એપ પર 'username' ફિચર મળવાનું છે. હાલમાં કંપની આના પર કામ કરી રહી છે, અને આ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ પણ કરી દેવામાં આવ્યુ છે. જાણો આના વિશે.....
વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની એક નવા યૂઝરનેમ ફિચર પર કામ કરી રહી છે, જે લોકોને સેટિંગ્સની અંદરની પ્રૉફાઇલ સેક્શનમાં મળશે. આ ફિચરની શરૂઆત બાદ યૂઝર્સે પોતાનું યૂઝરનેમ પસંદ કરવાનું રહેશે, ખાસ વાત છે કે, આ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવું જ હશે. દરેક વ્યક્તિને એક યૂનિક યૂઝરનેમ મળશે અને આની મદદથી લોકો તેને ઓળખી શકશે. હાલમાં આ ફેસિલિટી વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. યૂઝરનેમ દ્વારા શરૂ કરાયેલી ચેટ્સ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
એવું પણ બની શકે છે કે, આ ફિચર આવ્યા પછી તમારે દરેકને તમારો નંબર આપવાની જરૂર નથી. તમે યૂઝરનેમ દ્વારા કૉન્ટેક્ટ્સ એડ કરી શકો છો અથવા તમારી ખુદને અન્ય સાથે સાંકળી શકો છો.
જલદી આ પણ ફિચર મળશે -
આ ફિચર સિવાય WhatsApp ટૂંક સમયમાં યૂઝર્સને ચેનલ ફિચર પણ આપવા જઈ રહ્યું છે. ચેનલ ફિચરમાં કેટલાય લોકો એકસાથે જોડાઈ શકશે અને તમામ લોકોની પર્સનલ ડિટેલ્સ આમાં સુરક્ષિત રહેશે, એટલે કે નામ અને નંબર જાહેર કરવામાં આવશે નહીં. યૂઝર્સ યૂઝરનેમની મદદથી કોઈપણ ચેનલ સાથે જોડાઈ શકશે.
વૉટ્સએપ યૂઝર્સને મળ્યુ આ નવું ફિચર -
WhatsAppએ હાલમાં iOS અને Android યૂઝર્સ માટે Chat Lock ફિચર રિલીઝ કર્યુ છે. આની મદદથી યૂઝર્સ પોતાની સોસી ચેટ્સ અન્ય લોકોથી હાઇડ કરી શકે છે. યૂઝર્સ ફિંગરપ્રિન્ટની મદદથી ચેટને લૉક પણ કરી શકે છે. ચેટને લૉક કરવાથી તે બીજા ફૉલ્ડરમાં શિફ્ટ થઈ જશે અને કોઈ તેને જોઈ શકશે નહીં.
Meta Layoffs: ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણી કરવાનો લીધો નિર્ણય
Meta Layoffs: ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ અગાઉ, કંપનીએ નવેમ્બર 2022 માં પણ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. મેટા પ્લેટફોર્મની આ છટણી પછી, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2021 ના મધ્યભાગ જેટલી થઈ જશે. કોરોના સમયગાળા દરમિયાન (કોવિડ -19), કંપનીએ 2020 થી જબરદસ્ત ભરતી કરી હતી. આ ભરતી બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ હતી. LinkedIn દ્વારા, કંપનીએ કર્મચારીઓને આ છટણી વિશે નવેસરથી જાણ કરી છે. આ છટણીમાં, એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને પાર્ટનરશિપ ટીમની ઘટશે.
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે છટણીનો બીજો રાઉન્ડ આગામી થોડા મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. મોટે ભાગે આ છટણી નોન-એન્જિનિયરિંગ પોસ્ટ માટે છે. તાજેતરમાં, કંપનીના ટાઉનહોલમાં, માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં 4000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. મેટા દ્વારા આ છટણી આવકમાં ઘટાડો, ફુગાવો અને છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ જાહેરાતમાં ઘટાડાનું પરિણામ છે. જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેજી જોવા મળી હતી. Meta એ રિયલ્ટી લેબ્સ વિભાગમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે જે Metaverse વિકસાવે છે. જોકે આ યુનિટને 13.7 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ તેના 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. વૈશ્વિક આર્થિક કટોકટી, વધતા વ્યાજ દરો અને નિયમનકારી પડકારોને લીધે, આલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓએ પણ તાજેતરના સમયમાં નોકરીમાંથી છટણી કરી રહી છે. માઈક્રોસોફ્ટ અને ટ્વિટરે પણ સામૂહિક છટણી કરી છે.