શોધખોળ કરો

Aarogya Setu App: સરકારે ડેટા માટે જાહેર કર્યા નવા નિયમ, ઉલ્લંઘન કરવાથી થશે જેલ

આ એપ એન્ડ્રોઇડ, એપલના આઇઓએસ અને જિઓ ફોન પર અવેલેબલ છે. જેની પાસે સ્માર્ટફોન નથી એવા લોકો માટે સરકારે એક ટૉલ ફ્રી નંબર 1921 પણ જાહેર કર્યો છે

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી Aarogya Setu Appને લઇને હવે કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારે આરોગ્યા સેતુ એપના યૂઝર્સની માહિતી (ડેટા) ના પ્રૉસેસિંગ માટે કેટલાક દિશાનિર્દેશ બહાર પાડ્યા છે, અને કહ્યું કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિને જેલની સજા પણ થઇ શકે છે. નવા નિયમો અંતર્ગત 180 દિવસોથી વધુ ડેટાના સ્ટૉરેજ પર રોક લગાવવામાં આવી છે. આની સાથે જ યૂઝર્સ માટે એ જોગવાઇ કરવામાં આવી છે કે આરોગ્ય સેતુ એપ સંબંધિત માહિતીઓને ડિલીટ કરવાનો અનુરોધ કરી શકે છે. આ રીતના અનુરોધ પર 30 દિવસની અંદર અમલ કરવો પડશે. આ એપ એન્ડ્રોઇડ, એપલના આઇઓએસ અને જિઓ ફોન પર અવેલેબલ છે. જેની પાસે સ્માર્ટફોન નથી એવા લોકો માટે સરકારે એક ટૉલ ફ્રી નંબર 1921 પણ જાહેર કર્યો છે. નવી જોગવાઇ માત્ર Demographic, Contact, Self-Assessment અને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ કે એવા લોકોના સ્થાન, ડેટા સ્ટૉરેજની અનુમતી આપે છે, જે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ કહ્યું ડેટા ગુપ્તતા પર બહુ મોટુ કામ કરવામાં આવ્યુ છે, આ નક્કી કરવા માટે સારી નીતિ બનાવવામાં આવી છે, જેનાથી લોકોના વ્યક્તિગત ડેટાનો દુરપયોગ ના થાય. જોગવાઇ માટે કહેવામાં આવ્યુ છે કે આ નિર્દેશોના કોઇપણ ઉલ્લંઘન માટે આપદા પ્રબંધન અધિનિનય, 2005ની કલમ 51થી 60 અનુસાર દંડ અને અન્ય કાયદેસરની જોગવાઇઓ લાગુ થઇ શકે છે. આમાં દંડથી માંડીને જેલ સુધીની સજાની જોગવાઇ છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget