વિન્ડોઝ યુઝર્સ સાવધાન! જો આ કામ નહી કરો તો હેક થઇ શકે છે તમારુ કોમ્પ્યુટર, સરકારની ચેતવણી
ટેક્નોલોજીએ માનવ જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સાથે સાથે તેણે ઘણા જોખમો પણ ઉભા કર્યા છે
Microsoft Windows Alert: ટેક્નોલોજીએ માનવ જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સાથે સાથે તેણે ઘણા જોખમો પણ ઉભા કર્યા છે. આમાંથી સૌથી મોટો ખતરો સાયબર એટેક છે. સાયબર ગુનેગારો દરરોજ લોકોને ટાર્ગેટ કરવા માટે નવા નવા રસ્તા અપનાવે છે. આ ગુનેગારો લોકોના કોમ્પ્યુટર અને મોબાઈલ હેક કરીને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. તાજેતરમાં ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ (CERT-In) એક ચેતવણી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે વિન્ડોઝ 10 અને 11માં કેટલીક ગંભીર સુરક્ષા નબળાઈઓ જોવા મળી છે. એજન્સીએ કહ્યું કે આ નબળાઈઓને કારણે સાયબર હેકર્સ તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ તમારો મહત્વનો ડેટા પણ ચોરાઈ શકે છે.
CERT-In has published Vulnerability notes on its website (12-08-2024)
— CERT-In (@IndianCERT) August 12, 2024
Privilege Escalation Vulnerability in Microsoft Dynamics 365https://t.co/xb6IZXjXvO
Sinkclose Vulnerability in AMDhttps://t.co/5X7usQXsS4
વાસ્તવમાં આ ખામીઓ તે વિન્ડોઝ સિસ્ટમ્સને સૌથી વધુ અસર કરે છે જે વર્ચ્યુઅલાઈઝેશન-આધારિત સુરક્ષા (VBS) અને Windows બેકઅપ સુવિધાઓ ધરાવે છે. હેકર્સ આ ખામીઓનો લાભ લઈને કોમ્પ્યુટરના મહત્વના ભાગોને એક્સેસ કરે છે અને ગુપ્ત માહિતીની ચોરી કરે છે. આવી સ્થિતિમાં હેકર્સથી ખૂબ જ સાવચેત રહેવાની અને સમયાંતરે સિસ્ટમને અપડેટ કરતા રહેવાની જરૂર છે.
કયા વિન્ડોઝ વર્ઝન પ્રભાવિત છે?
Windows 10: વર્ઝન 1607, 21H2, 22H2, અને 1809, 32-bit, x64, અને ARM64-આધારિત સિસ્ટમો માટે
Windows 11: વર્ઝન 21H2, 22H2 અને 24H2, x64 અને ARM64 આધારિત સિસ્ટમ માટે
Windows Server: Windows Server 2016, 2019, 2022 અને Server Core Installation
સુરક્ષિત કેવી રીતે રહેવું તે જાણો
તમારા કમ્પ્યુટરમાં ફાયરવોલ ચાલુ રાખો. સારા એન્ટીવાયરસ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરો.
કોઈપણ શંકાસ્પદ ઈમેલ અથવા લિંક પર ક્લિક કરશો નહીં.
જો જરૂરી ન હોય તો VBS અને Windows બેકઅપ સુવિધાઓ બંધ કરો.
તમારા મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લેવાની ખાતરી કરો.
Microsoft અને CERT-In તરફથી આવતા અપડેટ્સને તરત જ ફોલો કરો.
તમારા કમ્પ્યુટરની સુરક્ષાનું ધ્યાન રાખો અને હેકર્સથી સાવધ રહો.
આ પણ વાંચોઃ
Whatsapp અને Telegram જેવી એપ્સનું ટેન્શન વધ્યું, Jio, Airtel અને VI એ TRAI પાસે કરી આ ડિમાન્ડ