ખૂબ જ કામના છે Airtel-Jio-Vi ના આ સસ્તા પ્રીપેડ પ્લાન, જાણો આ ઓફર્સ વિશે
કોરોના કાળમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરેથી જ ઓફિસનું કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના પણ ઓનલાઈન ક્લાસ ચાલે છે.
Airtel-Jio-VI Prepaid Plan: કોરોના કાળમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરેથી જ ઓફિસનું કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના પણ ઓનલાઈન ક્લાસ ચાલે છે. આ સિવાય લોકો હવે વધારે પડતા કામ જેમ કે બેંકિંગ, શોપિંગ ઓનલાઈન કરી રહ્યા છે.
એવામાં જો નેટ અટકી જાય તો કામ અટકી શકે છે. ખૂબ જ જરુરી છે કે મોબાઈલમાં એક સારો ઈન્ટરનેટનો પ્લાન હોય. આમ તો બજારમાં ઘણા મોંઘા પ્લાન ઉપલબ્ધ છે પરંતુ આજે અમે તમને રિલાયન્સ જિયો, એરટેલ અને વીઆઈના સસ્તા પ્લાન 4G વિશે જણાવશું. આ પ્લાન ખાસ કરીને તમને કામ ત્યારે આવશે જ્યારે અચાનક નેટ બંધ થાય અને તમારે તાત્કાલિક જરુર હોય. ઉતાવળમાં મોંઘો પ્લાન લેવો યોગ્ય નથી. એ સમયમાં સસ્તા પ્લાન તમને કામ લાગશે.
Jio નો પ્લાન
આ પ્લાનની કિંમત 98 રુપિયા છે.
તેમાં 14 દિવસની વેલિડિટી હોય છે.
1.5 જીબી મોબાઈલ ડેટા દરરોજ મળે છે.
કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે.
આ પ્લાનમાં એસએમએસની સુવિધા નથી આપવામાં આવી.
Airtel નો પ્લાન
આ પ્લાનની કિંમત 129 રુપિયા છે.
તેમાં 24 દિવસની વેલિડિટી હોય છે.
1 જીબી મોબાઈલ ડેટા દરરોજ મળે છે.
કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે.
300 એસએમએસની સુવિધા.
Prime Mobile નું એક મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.
Vi નો પ્લાન
આ પ્લાનની કિંમત 109 રુપિયા છે.
તેમાં 20 દિવસની વેલિડિટી હોય છે.
1 જીબી મોબાઈલ ડેટા દરરોજ મળે છે.
કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે.
આ પ્લાનમાં એસએમએસની સુવિધા નથી આપવામાં આવી.
Vi નો 99 રુપિયાનો પ્લાન
કિંમત 99 રુપિયા.
18 દિવસની વેલિડિટી
1 જીબી મોબાઈલ ડેટા મળે છે.
કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા છે.
આ પ્લાનમાં એસએમએસની સુવિધા નથી આપવામાં આવી.