(Source: ECI/ABP News/ABP Majha)
Apple એ COVID-19 સ્કીનિંગ વેબસાઇટ અને App કરી લોન્ચ, જાણો વિગતે
સ્માર્ટફોન કંપની Appleએ નવી COVID-19 સ્ક્રીનિંગ વેબસાઇટ અને CDC (સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ)ની મદદથી એક એપ લોન્ચ કરી છે.
વોશિંગ્ટનઃ દેશ-વિદેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમેરિકામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે, જ્યારે 1500થી વધારે લોકોના મોત થયા છે. આ દરમિયાન પ્રીમિયર સ્માર્ટફોન કંપની Appleએ નવી COVID-19 સ્ક્રીનિંગ વેબસાઇટ અને CDC (સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ)ની મદદથી એક એપ લોન્ચ કરી છે. આ સ્ક્રીનિંગ ટૂલનો ઉદ્દેશ કોરોના વાયરસથી પ્રકોપ અંગે વધુને વધુ યુઝર્સને જાગૃત કરવાનો છે.
App અને વેસબાઇટને સીડીસી, વ્હાઇટ હાઉસ કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સ અને ફેમા સાથે પાર્ટનરશિપમાં બનાવવામાં આવી છે. કોવિડ-19 સ્ક્રીનિંગ એપ અને વેબસાઇટની મદદ યૂઝર્સ આ વાયરસ સંબંધિત પ્રશ્નો પૂછી શકે છે. આ સવાલોના જવાબ સીડીસી એક્સપર્ટ આપે છે.
આ એપ અને વેબસાઇટને લઇ એપલે કહ્યું, યૂઝર્સને કોવિડ-19 અંગે અવારનવાર પૂછવામાં આવતાં સવાલોના જવાબ અહીંયા મળશે. આ ઉપરાંત યુઝર્સને આ વાયરસ અંગે અપ-ટૂ-ડેટ જાણકારી મળતી રહેશે.