(Source: ECI/ABP News/ABP Majha)
YouTube: સામાન્ય માણસ પણ હવે યુટ્યૂબ પરથી કમાઇ શકશે લાખો રૂપિયા, બસ કરવુ પડશે આ કામ
યુટ્યૂબે બદલેલા પોતાના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે, યુટ્યૂબ પાર્ટનર પ્રૉગ્રામ માટે પાત્રતાની જરૂરિયાતોને સરળ બનાવી રહ્યું છે
YouTube: જો તમે સ્માર્ટફોન યૂઝર્સ છો અને સારી કમાણી કરવા માંગો છો, તો તમારા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ એક ખાસ તક આપી રહ્યું છે. ખરેખરમાં, જો તમે યુટ્યૂબ પર વીડિયો બનાવવાના શોખીન હોય તો તમે લાખો રૂપિયામાં કમાણી કરી શકો છો. આ માટે હવે તમારે એક નાનુ સરખુ કામ કરવુ પડશે. કેમ કે હવે યુટ્યૂબે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે અને આ પછી સામાન્ય માણસને પણ લાખો રૂપિયા કમાવવું યુટ્યૂબ પર ઇજી થઇ જશે. જાણો શું છે યુટ્યૂબનો નવો નિયમ અને કઇ રીતે થઇ શકશે કમાણી....
યુટ્યૂબે બદલેલા પોતાના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે, યુટ્યૂબ પાર્ટનર પ્રૉગ્રામ માટે પાત્રતાની જરૂરિયાતોને સરળ બનાવી રહ્યું છે અને ઓછા સબસ્ક્રાઈબ ધરાવતા કન્ટેન્ટ ક્રિએટરો માટે મૉનિટાઈઝેશન પ્રૉસેસને ઇઝી બનાવી રહ્યું છે. કંપની મૉનિટાઈઝેશનની પ્રૉસેસ વધુ સરળ બનાવી રહી છે અને હવે ઓછામાં ઓછા સબસ્ક્રાઈબર્સની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. એટલે કે, હવે ઓછા સબસ્ક્રાઈબર્સ ધરાવતા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ પોતાની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીને તેનું મૉનિટાઈઝેશન કરાવી શકશે અને કમાણી શરૂ કરી શકશે.
આ પહેલા કન્ટેન્ટ ક્રિએટરો યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં એડ થવા અને તેના માપદંડોને પુરા કરવા પડતા હતા. પરંતુ હવે નવા નિયમ અંતર્ગત કન્ટેન્ટ ક્રિએટરોએ હવે માત્ર 500 સબ્સ્ક્રાઇબર્સની જરૂર છે, જ્યારે અગાઉ ઓછામાં 1 હજાર સબસ્ક્રાઈબર્સ હોવા જરૂરી હતા. હવે યુટ્યૂબે મૉનિટાઈઝેશન માટેના કલાકોમાં પણ ઘટાડો કર્યો છે, જે મુજબ જે ચેનલોના 3 હજાર કલાકો પૂર્ણ થઈ ગયા છે. તે ચેનલ મૉનિટાઈઝેશનની પ્રૉસેસમાં વધી શકશે. અગાઉ 4 હજાર કલાકનો નિયમ હતો. હવે કન્ટેન્ટ ક્રિએટરોએ માત્ર 3 હજાર કલાકનો જ લક્ષ્ય રાખવાનો રહેશે.
Youtube Shorts વ્યૂ 10 મિલિયનથી ઘટાડીને 3 મિલિયન કરવામાં આવ્યા છે. એટલે કે, ક્રિએટર્સ ચેનલનું મૉનિટાઈઝેશન કરવા માટે 90 દિવસમાં 30 લાખ Youtube Shorts વ્યૂઝ હોવા જોઈએ. આ નિયમો સૌથી પહેલા યુએસ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, તાઇવાન અને દક્ષિણ કોરિયામાં લાગુ કરવામાં આવશે. આ પછી તેને અન્ય દેશોમાં પણ લાગુ કરી શકાય છે.
YouTubeની નવી મૉનિટાઈઝેશન પ્રૉસેસથી નાના અને નવા શીખાઉ યુટ્યુબરોને મોટો ફાયદો થશે. તેમની પાસે હવે YouTube પર તેમના કોન્ટેન્ટનું મોનિટાઈઝેશન કરવાની વધુ તકો હશે. પ્રોગ્રામમાં જોડાવાથી સર્જકોને સુપર થેંક્સ, સુપર ચેટ અને સુપર સ્ટિકર્સ જેવા ઉપયોગી સાધનોની ઍક્સેસ મળશે. તેઓ ચેનલ સભ્યપદ જેવા સબ્સ્ક્રિપ્શન ટૂલ્સનો ઉપયોગ પણ કરી શકશે અને YouTube શોપિંગમાં તેમના ઉત્પાદનોનો પ્રચાર કરી શકશે.