Fraud : ઠગાઈથી બચવા WhatsApp એક્શનમાં, ગુજરાતીમાં પણ વિકલ્પ ઉપલબ્ધ
આ પેજ અંગ્રેજી અને અન્ય 10 ભાષાઓને સપોર્ટ કરશે જેમાં હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને ગુજરાતીનો સમાવેશ થાય છે.
WhatsApp Global Security Centre: યુઝર્સની પ્રાઈવેસી આજકાલ દરેક સોશિયલ મીડિયા સાઈટ માટે મુખ્ય ચિંતાનો વિષય છે. પરંતુ યુઝર્સની પ્રાઈવસીને વધુ સારી રીતે સુરક્ષિત કરવા અને તેમને સ્કેમર્સથી બચાવવા માટે Metaએ WhatsApp ગ્લોબલ સિક્યુરિટી સેન્ટર ખોલ્યું છે, જે લોકોને જણાવશે કે તેઓ કેવી રીતે કૌભાંડોથી બચી શકે છે. વોટ્સએપે આ પેજ બનાવ્યું છે જેથી લોકોને એપ પર ઉપલબ્ધ સુરક્ષા ફીચર્સ વિશે માહિતગાર કરી શકાય. આ પેજ અંગ્રેજી અને અન્ય 10 ભાષાઓને સપોર્ટ કરશે જેમાં હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને ગુજરાતીનો સમાવેશ થાય છે.
કંપનીએ આ પેજ ત્યારે લોન્ચ કર્યું છે જ્યારે ગયા મહિને ભારત સરકારે વોટ્સએપને અજાણ્યા અને વિદેશી નંબરો પરથી આવતા કોલ સામે પગલાં લેવા કહેવામાં આવ્યું હતું. હકીકતમાં ગયા મહિને ઘણા લોકોએ ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે, તેઓને WhatsApp પર વિદેશી નંબરોથી અચાનક કોલ અને એસએમએસ આવી રહ્યા છે. આ સ્પામ કોલ્સ મોટાભાગે આફ્રિકન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના લોકોને આવતા હતા.
'Stay Safe With WhatsApp'અભિયાન
ગ્લોબલ સિક્યુરિટી સેન્ટર યુઝર્સને એપ પર ઉપલબ્ધ સિક્યોરિટી ફીચર્સ વિશે માહિતગાર કરશે. સાથે જ કેટલીક ટિપ્સ પણ શેર કરશે જેની મદદથી યુઝર્સ એપ પર પોતાની પ્રોફાઈલને વધુ સુરક્ષિત બનાવી શકે છે. ભારતમાં ગયા મહિને કંપનીએ 'સ્ટે સેફ વિથ વોટ્સએપ' કેમ્પેઈન શરૂ કર્યું હતું, જેમાં યુઝર્સને એપ પર તેમની પ્રાઈવસીમાં સુધારો કરતા ફીચર્સ વિશે જણાવવામાં આવ્યું હતું. કંપનીએ લોકોને 2FA, બ્લોક અને રિપોર્ટ, તાજેતરમાં લૉન્ચ કરેલા ચેટ લૉક અને અન્ય સુવિધાઓ વિશે માહિતગાર કર્યા છે જે તેમને એપ પરના કૌભાંડોથી સુરક્ષિત રાખે છે.
તાજેતરમાં જ ચેટ લોક ફીચર લોન્ચ કરવામાં આવ્યું
વોટ્સએપે તાજેતરમાં ચેટ લૉક ફીચર બહાર પાડ્યું છે જે યુઝર્સને તેમની સોસી ચેટ્સને લૉક કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ ફિંગરપ્રિન્ટની મદદથી ચેટને લોક કરી શકે છે. ચેટને લૉક કરવા પર તે બીજા ફોલ્ડરમાં ખસેડવામાં આવશે અને કોઈ પણ તેના વિષયવસ્તુને જોઈ શકશે નહીં.
WhatsApp પર જલદી કરી શકશો સ્ક્રીન શેર, ફક્ત અહી મળશે ઓપ્શન
તમે બધાએ એક યા બીજા સમયે સ્ક્રીન શેર સુવિધાનો ઉપયોગ કર્યો જ હશે. જો તમે તે ન કર્યું હોય તો પણ તમે ટીવી અથવા લેપટોપ પર તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન શેર કરીને એકવાર આ સુવિધાનો અનુભવ કરી શકો છો. સ્ક્રીન શેર ફીચરની મદદથી આપણે વસ્તુઓને મોટી સ્ક્રીન પર અથવા અન્ય લોકો સાથે શેર કરી શકો છો. ખાસ કરીને આ ફીચરનો ઓનલાઈન મીટિંગમાં ઘણો ઉપયોગ થાય છે. હવે Meta WhatsApp પર પણ આ ફીચર આપવા જઈ રહ્યું છે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે અને હાલમાં તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.